Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

સિવિલ હોસ્પિટલમાં ૩૦૦ જેટલા પ્લાઝમા ઉપલબ્ધઃ પેથોલોજીસ્ટ ડો. સિગ્મા સવસાણી

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને નાથવા આરોગ્ય તંત્ર સજ્જ છે, સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અને રાજય સરકારના ખાસ ફરજ પરના ઉચ્ચ અધિકારીઓ રાતદિવસની મહેનત થકી કોરોના નિયંત્રણ માટેના અસરકારક પગલાં લઈ રહ્યા છે. એવા કપરા સમયે નાગરીકો પણ પોતાનો નાગરીક ધર્મ બજાવવામાં જરા પણ ઉણા ઉતર્યા નથી. ત્યારે કોરોનામુકત બન્યા બાદ લોકો સતત પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે.

પ્લાઝમાથી બે દર્દીઓની જિંદગી બચી શકતી હોય તો આનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે ? આ રીતે આપણે સૌ કોરોના સંક્રમિત વ્યકિત અને આરોગ્ય તંત્ર બન્નેને મદદરૂપ થઈ આપણા સામાજિક ઉત્ત્।રદાયિત્વને નિભાવવા તત્પર થઈએ. સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત પેથોલોજીસ્ટ ડો.સિગ્મા સવસાણી પ્લાઝમા બેન્ક વિશે જણાવે છે કે,'હાલ અહીં પ્લાઝમા ડોનેશનની કામગીરી ખુબ સારી રીતે ચાલે છે, અહીં પ્લાઝમા બેન્કમાં અમારી પાસે ૩૦૦ જેટલા પ્લાઝમા યુનિટ ઉપલબ્ધ છેે.

અમે આભારી છીએ એ દરેક પ્લાઝમા ડોનરનો જેમના પ્લાઝમા થકી અમે કોરોનાગ્રસ્ત દર્દીઓને કોરોના મુકત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.'

હવે પ્લાઝમાં ડોનેટ કરી કારોનાના સંક્રમણ કાળમાં લોકોમાં માનવીય અભિગમના પ્રસારને પ્રેરક બળ પુરૂ પાડયું છે.

(12:53 pm IST)