રાજકોટ
News of Thursday, 1st October 2020

રૂ. ૧૦૫૫ પ્રતિ મણ ચૂકવીને ખેડૂતોની ચિંતા ભાજપ સરકારે હળવી કરી નાંખી : રાજુભાઇ ધ્રુવ

આજથી મગફળીની ખરીદીની નોંધણીઃ ભાજપ સરકારની ખેડૂતલક્ષી નીતિનો વધુ એક પુરાવોઃ કોરોના મહામારી સામેના યુધ્ધની સાથોસાથ દરેક વર્ગના હિત સાથે ઝડપી પગલાં લેતા વિજયભાઇ રૂપાણી તથા સમગ્રને અભિનંદન

રાજકોટ,તા. ૧: દેશભરમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષો સત્ત્।ાના વિરહમાં હવાતિયાં મારી રહ્યા છે અને એટલે કેન્દ્ર સરકારે ખેડુતોના વિશાળ હિતમાં પસાર કરેલા કૃષિ અધિનિયમનો તદ્દન ખોટો અને પાયા વગરનો વિરોધ કરી રહ્યા છે. બીજી બાજુ ભાજપ શાસિત રાજયોમાં ખેડુતોના હિતનો જાણે કે યજ્ઞ આરંભાયો છે. ગુજરાત સરકારે ગયા મહિને પોતાની કૃષિ નીતિ જાહેર કર્યા પછી હવે મગફળીની ખરીદી ટેકાના ભાવે ખરીદવાનું પણ શરુ કરી રહી છે અને આજથી એની નોંધણી પણ શરુ થઇ રહી છે. કોરોના કાળ અને કયાંક અતિવૃષ્ટિને લીધે મુશ્કેલીમાં મુકાયેલા ખેડુતો માટે રાહતના નિર્ણય સરકારે લીધા છે જે દ્યણા આવકાર્ય અને અભિનંદન ને પાત્ર છે એવું ભાજપના અગ્રણી શ્રી રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું.

રાજય સરકારે નક્કી કર્યું છે કે ખેડુતો પાસેથી મગફળી ટેકાના ભાવે ખરીદવાનું આ વર્ષે વહેલું શરુ કરવું . તેથી ૨૧મી ઓકટોબરથી મગફળીની ખરીદી શરુ થશે. આજથી એટલે કે ૧ ઓકટોબરથી એની નોંધણી પણ શરુ થઇ ગઇ છે. સરકારે પ્રતિ કિવન્ટલ રુ, ૫૨૭૫ અને પ્રતિ મણ રૂ.૧૦૫૫ ખેડુતોને ચુકવવાનો નિર્ણય કર્યો છે સ્વભાવિક રીતે જે ગયા વર્ષ કરતાં વધારે છે. દરેક ગામના ઇ ગ્રામ કેન્દ્ર તથા એપીએમસી ખાતે વિનામૂલ્યે આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાશે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સરકારે કોરોના મહામારીની સામેના યુદ્ઘના કપરા સમયમાં પણ હંમેશા સમાજના તમામ વર્ગની ચિંતા કરી છે અને જરૂર પડ્યે એની પડખે સરકાર ઊભી રહી છે. અતિવૃષ્ટિના સંજોગોમાં પણ ખેડુતને નુકસાન ન જાય એ રીતે વળતર ચૂકવવાની જાહેરાત થઇ છે. તો સિંચાઇ માટે તો અગાઉથી પગલાં લેવાઇ ચૂકયા હતા. સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું વિક્રમ જનક વાવેતર અને પાક થયો છે. ખેડુતોને ચિંતા હોય કે આનું કરશું શું પરંતુ ખેડુતોની ચિંતાને સરકારે પોતાની ચિંતા ગણીને આ પગલાં લીધાં છે.ઉપરાંત વિધાનસભામાં પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતોના હિત માં જરૂર પડ્યે સરકાર હજુ પણ વધુ નિર્ણય માટે સરકાર નું મન ખુલ્લું હોવા જાહેરાત થી ખેડૂતોના હૈયે ટાઢક વળી છે અને ભાજપ ના શાસનમાં ખેડૂતો કયારેય દુઃખી નહીં થાય તેની ખાતરી થઇ હોવાનું રાજુભાઇએ યાદીના અંતમાં જણાવ્યું હતું.

(11:16 am IST)