રાજકોટ
News of Thursday, 1st October 2020

બાલકૃષ્ણ સોસાયટીમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

મનુ, ગણેશ, સુખરામ, કિશોરગીરી અને કમલેશની ધરપકડ : જાહેરનામાના ભંગની પણ કાર્યવાહી

રાજકોટ,તા.૧ : સંતકબીર રોડ પર બાલકૃષ્ણ સોસાયટીમાં થોરાળા પોલીસ બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને વિસ્તારમાં માણસો એકઠા ન થાય તે માટે ડ્રોન કેમેરા દ્વારા પેટ્રોલિંગ કરવા માટે સુચના આપતા થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.એસ ગઢવી, હેડ કોન્સ ભુપતભાઇ આનંદભાઇ, શૈલેષભાઇ, નરસંગભાઇ, કનુભાઇ, વિજયભાઇ, જયદિપભાઇ, કિરણભાઇ, સહદેવસિંહ, યુવરાજસિંહ તથા રમેશભાઇ સહિત ડ્રોન કેમેરા સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે સંતકબીર રોડ પર બાલકૃષ્ણ સોસાયટીમાં કેટલાક શખ્સો જુગાર રમતા કેમેરામાં દેખાતા પોલીસે બાલકૃષ્ણ સોસાયટી શેરીનં.૧૮/૧૯માં દરોડો પાડી જુગાર રમતા મનુ વીઠ્ઠલભાઇ ગોહેલ (ઉવ.૬૫), ગણેશ ધનજીભાઇ ભાડજા (ઉવ.૫૮), સુખરામ લખીરામભાઇ હરીયાણી (ઉવ.૩૯) કીશોરગીરી શીવગીરી ગોસ્વીમી (ઉવ.૫૭) અને કમલેશ અમૃતલાલ જોશી (ઉવ.૪૯)ને પકડી લઇ રૂ.૧૫૦૩૦ની રોકડ સહિત મતા કબ્જે કરી હતી.

(3:19 pm IST)