રાજકોટ
News of Thursday, 1st October 2020

કાલથી નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

નશાબંધી અને આબકારી કચેરી દ્વારા રાજકોટ ઉપરાંત રૈયા, જંગવડ, મહિકા, હોલમઢ સહીત ગામો ગામ લોકસાંસ્કૃતિક અને લોકડાયરાના આયોજનો : ૮ મીએ સત્યનરાયણની કથા અને વ્યસન મુકિત પ્રતિજ્ઞા સાથે થશે સમાપન

રાજકોટ તા. ૧ : દર વર્ષની જેમ આ વર્ષે પણ નશાબંધી અને આબકારી ખાતા દ્વારા તા. ૨ થી ૮ ઓકટોબર દરમિયાન  'નશાબંધી સપ્તાહ' ઉજવવા આયોજન કરાયુ છે.નશાબંધી અને આબકારી ખાતાના મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલ કાર્યક્રમો મુજબ કાલે તા. ૨ શુક્રવારે સવારે ૮.૩૦ વાગ્યે રાજકોટમાં જયુબેલી ચોકમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલહાર કરી સપ્તાહ ઉજવણીનો આરંભ કરાશે. બાદમાં એજ દિવસે રાત્રે ૮.૩૦ વાગ્યે રૈયા ગામ ખાતે લોક સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકડાયરો રાખેલ છે.

જયારે તા. ૩ ના શનિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે જસદણના જંગવડ ખાતે  તથા વાંકાનેર તાલુકાના મહિકા ખાતે લોકસાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકડાયરો રાખેલ છે

તા. ૪ ના રવિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે વાંકાનેરના હોલમઢ ખાતે લોકસાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકડાયરો રાખેલ છે. તા. ૫ ના સોમવારે બપોરે ૧૧.૩૦ થી રાજકોટ શહેરી વિસ્તારો બસ સ્ટેન્ડ, બહુમાળી ભવન, કલેકટર કચેરી સહીતના સ્થળોએ નશાબંધી પ્રચાર પ્રસાર સાહિત્ય અને માસ્કનું વિતરણ કરાશે. એજ દિવસે રાત્રે ૮.૩૦ વાગ્યે કાળીપાટ ખાતે તથા મોરબીના માટેલ વિરપર  ખાતે લોકસાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકડાયરો યોજેલ છે. તા. ૬ ના મંગળવારે રાત્રે ૮.૩૦ વાગ્યે રાજકોટના નવાગામ ખાતે અને મોરબીના લજાઇ ખાતે લોકસાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકડાયરો રાખેલ છે.

તા. ૭ ના બુધવારે રાત્રે ૮.૩૦ વાગ્યે કોટડા સાંગાણીના નાના માંડવા ખાતે અને મોરબીના જાલસીકા ખાતે લોકસાંસ્કૃતિ કાર્યક્રમ અને લોકડાયરો રાખેલ છે.

તા. ૮ ના ગુરૂવારે બપોરે ૪.૩૦ વાગ્યે કામદાર કલ્યાણ કેન્દ્ર, કોઠારીયા કોલોની ખાતે સત્યનારાયણ ભગવાનની કથા, નશાબંધી પ્રદર્શન, પ્રચાર સાહિત્ય વિતરણ, વ્યસન મુકિત પ્રતિજ્ઞા સાથે સમગ્ર સાપ્તાહીક ઉજવણીનું સમાપન થશે. તેમ નશાબંધી અને આબકારી કચેરીના ઇન્સ્પેકટર કે. એલ. ચાંગેલા અને સબ ઇન્સ્પે. હરદેવસિંહ જે. ગોહિલની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(3:21 pm IST)