રાજકોટ
News of Friday, 2nd October 2020

પુસ્તક પરિચય : ધન્વી-માહી

પુસ્તક : સુરક્ષા કવચ

પુસ્તકનું નામ : સુરક્ષા કવચ

લેખક :સમણ શ્રુતપ્રજ્ઞ

પ્રકાશન :પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન, રાજકોટ

મૂળ કિંમત :૧૫૦ રૂપિયા

ડિસ્કાઉન્ટ સાથે કિંમત :૧૦૦ રૂપિયા

પ્રાપ્તિસ્થાન :

આભાવલય, વિનાયક વાટિકા સોસાયટી, માધાપર બસ સ્ટોપની સામે, જામનગર રોડ, રાજકોટ, પિનકોડ :૩૭૦૦૦૬

ફોન. ૯૪૨૭૩૬૬૧૬૪ ( ૧૧થી ૫ )

૧૧૨ પાનાના આ પુસ્તકમાં સમણજી કહે છે કે શરીરની રોગ પ્રતિકારક શકિત સારી હોય તો શરીરનું સુરક્ષાકવચ છે. વાતાવરણમાં રહેલું ઓઝોન પડ એ પર્યાવરણનું સુરક્ષા કવચ છે મનના વિચારો પોઝિટિવ અને સક્ષમ હોય તો એ મનનું સુરક્ષાકવચ છે, ભાવો પવિત્ર હોય, નિર્ભયવૃત્ત્િ। હોય અને શરીરની ઉપરના ચક્રો જાગૃત હોય તો એ આપણા અસ્તિત્વનું સુરક્ષાકવચ છે અને દીક્ષા એ ગુરુ દ્વારા પ્રદાન કરેલ શિષ્યનું સુરક્ષાકવચ છે. ચારેય બાજુ આપણે અશુભ ઊર્જાના સંક્રમણના પ્રભાવમાં છીએ ત્યારે, ૩૦ મિનિટનું ધ્યાન પોતાની ઉર્જાને શકિતશાળી બનાવવા સમર્થ છે. આ પુસ્તક બહારના બધા જ પ્રકારના નેગેટીવ સંક્રમણથી બચવા માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે એવો વિશ્વાસ છે. માધવી કનેરિયાએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે.

આ પુસ્તકમાં સમજીએ કેટલાક મહત્વના મુદ્દાઓ પ્રસ્તુત કર્યા છે, જેવા કે 'આ સંકટ પરિવર્તનની તક છે, આપણે બધા જોડાયેલા છીએ, બહાર ન જઈ શકો તો અંદર જાઓ, સમય અને ઊર્જાને જીવનના અનિવાર્ય કામોમાં લગાઓ, ભયથી વધુ ખતરનાક દુનિયામાં કોઈ વાયરસ નથી, પોતાની જાત સાથે રહેવામાં કેમ કંટાળો આવે છે? વગેરે મુદ્દા ચર્ચાયા છે.

(11:35 am IST)