રાજકોટ
News of Friday, 2nd October 2020

ડીએનબી યુરોલોજી સુપર યુરોલોજી સુપર સ્પેશ્યાલીટી ફર્સ્ટ કલાસ સાથે કમ્પ્લીટ કરતા ડો. પાર્થરાજસિંહ

રાજકોટ, તા. ૧ : ક્ષત્રિય સમાજના કુળદીપક ડો. પાર્થરાજસિંહ આર. જાડેજા એ વર્ષ ર૦૦૬માં એચ.એસ.સી. સાયન્સમાં ૯૯ ટકા ગુણ સાથે રાજયમાં પ્રથમ નંબર હાંસલ કરી રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છને ગૌરવ અપાવ્યું હતું. ત્યારબાદ બી.જે. મેડિકલ કોલેજ અમદાવાદમાં એડમિશન મેળવી થ્રુ આઉટ ફર્સ્ટ કલાસ ડિસ્ટીકશન સાથે એમ.બી.બી. એસ. ર૦૧ર માં કમ્પ્લીટ કર્યુ. પી.જી. સરકારી ખર્ચ કરવા માટે તેની એન્ટ્રન્સમાં ફસ્ટ કલાસ મેળવી ફરી ત્યાં જ (બી.જે. મેડિકલ કોલેજમાં જ) એમ.એસ. જનરલ સર્જરી ફસ્ટ કલાસ ડિસ્ટીકશન સાથે કમ્પ્લીટ કર્યુ.

તેઓને રાજકોટના સુપર સ્પેશ્યાલીસ્ટ સર્જન યુરોલોજીનું સ્વપ્ત સાકાર કરવું હતું. ફરી તેની એન્ટ્રન્સ એકઝામ ટોપ ેમેરીટ સાથે કલીયર કરી ડી.એન. બી. યુરોલોજી નેશનલ બોર્ડ ઓફ એકઝામીનેશન ફોમ બી.ટી. સવાણી કીડની હોસ્પીટલ રાજકોટથી ટોપ મેરિટ સાથે કમ્પલીટ કરતા સમગ્ર્ર ક્ષત્રિય સમાજ સૌરાષ્ટ્ર કચ્છ અને રાજકોટનું શિક્ષણ જગત ગૌરવની લાગણી અનુભવે છે.

ડો. પાર્થરાજસિંહ આર. જાડેજાને ગળથુથીમાં જ શિક્ષણ અને ઉજવળ કારકિર્દી મળ્યા છે. દાદા સ્વ. દાદુભા પ્રભાતસિંહજ જાડેજા શિક્ષણ અને સ્વાતંત્ર્ય સેનાની હતા. મોટા બાપુજી જયવંતસિંહ જાડેજા લોક ભારતી સણોસરાના સ્વ. શ્રી નાનાભાઇ ભટ્ટ અને મનુભાઇ પંચોળીના વિદ્યાર્થી અને ગુજરાત રાજયના સહકારી ક્ષેત્રના મોટા ગજાના આગેવાન બીજા મોટા બાપુ નરેન્દ્રસિંહ જાડેજા ગુજરાત રાજય આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ અને કેળવણીકાર પિતાશ્રી રવિન્દ્રસિંહ જાડેજા એન્જીનીયર.

માતા ભારતીબા અને પિતા રવિન્દ્રસિંહના કુળદિપક એવા ડો. પાર્થરાજસિંહનું પ્રાથમિક શિક્ષણ રાજકોટની ભકિતનગર સોસાયટીની તે સમયની સી.એન. શાહ સ્કુલમાં થયું. અને હાઇસ્કુલ શિક્ષણ સરકારી ગ્રાન્ટેડ શાળામાં થયું ધો. ૧૦ ન્યુ એસ.એસ.સી.જી.ટી. શેઠ હાઇસ્કુલ કે.કે.વી. ચોક રાજકોટથી ૯૧.૪૪ ટકા સાથે કમ્પ્લીટ કરી હાયર સેકન્ડરી સાયન્સ ક્રિષ્ના સ્કુલમાં ર૦૦૬માં ૯૯ ટકા સાથે ગુજરાત ફર્સ્ટ આવી પૂર્ણ કર્યુ.

હાલમાં બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ રાજકોટમાં યુરોલોજીસ્ટ અને સીનીયર રેસીડેન્સ ડોકટર તરીકે સેવા આપી રહ્યા છે.

એમ.એસ. પૂર્ણ કર્યા બાદ વચ્ચે સમય મળતા ૮/૧૦ માસ ભુજ જી. કે. મીસલ  હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આસીસ્ટન્ટ પ્રોફેસર અને કન્સલટન્ટ સર્જન તરીકે પણ સેવા આપી હતી. આ ઉજવળ કારકિર્દી પ્રાપ્ત કરવા બદલ ઠેરઠેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:36 am IST)