રાજકોટ
News of Friday, 2nd October 2020

આહિર ચોકના ભરતભાઇ કિયાડાનો દામજી મેપા પ્લોટમાં ઝેર પી આપઘાત

રાજકોટ તા. ૨: બોલબાલા રોડ પર આહિર ચોકમાં રહેતાં ભરતભાઇ નાગજીભાઇ કિયાડા (ઉ.વ.૪૦) નામના પટેલ યુવાને ગઇકાલે દામજી મેપા પ્લોટ-૧માં  પોતાના ભાઇના ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડાએ જાણ કરતાં ભકિતનગરના એએસઆઇ ભરતસિંહ સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાન બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. આપઘાતનું કારણ પરિવારજનો પણ જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. પીએસઆઇ ધાંધલ્યા અને મયુરસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:59 pm IST)