રાજકોટ
News of Friday, 2nd October 2020

કૃષિ કાયદાની કઇ જોગવાઇ ખેડૂતને પાયમાલ કરનારી છે તે કોંગ્રેસ સાબિત કરે

આજનો ખેડૂત ૨૧મી સદીનો છે તે તમામ ભ્રામક વાતમાં ભરમાશે નહિઃ ગોવિંદભાઇ પટેલ

રાજકોટ,તા. ૨: કેન્દ્ર સરકારના કૃષિ વિષયક વિધેયકને આવકારવાની સાથો સાથ કૃષિ કાયદામાં એવી કઇ જોગવાઇઓ કરેલ છે જેના કારણે વિપક્ષના મિત્રો અને ખાસ કરીને કોંગ્રેસના મિત્રો તેના વિરોધ કરી રહ્યા છે. તેવો વેધક પ્રશ્ન રાજકોટના ધારાસભ્યની ગોવિંદ પટેલે જણાવ્યું છે કે કોઇ પણ કાયદોએ લોકોના હિત માટેનો કાયદો હોય છે. આખો કાયદો કયારેક ખરાબ હોતો નથી. તેની અમુક જોગવાઇઓ ખામી ભરેલ હોય તો તે સુધરી શકે. ગુજરાતની ભાજપ સરકાર હોય કે કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીની સરકાર આ આનુસાંગિક કાયદાઓ બનાવ્યા છે. જે કોંગ્રેસની ૬૦ વર્ષની કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતમાં ૨૫ વર્ષની કોંગ્રેસ સરકાર હોય. તને કયારેય સ્વપ્નમાં પણ ખેડૂતનો વિચાર કર્યો નથી અને એટલે કે જ પ્રશ્ર થાય છે કે કોંગ્રેસની સરકારોએ ખેડૂતના હિતના કયાં કયાં કાયદાઓ બનાવ્યા હતા અને જે કાયદાઓ ભાજપની કેન્દ્ર સરકારે કે રાજ્યની સરકારે તેને નષ્ટ કર્યા હોય ? તો તે કોંગ્રેસ મિત્રો બતાવે અમારી સરકારનું તે માટે મન ખુલ્લુ છુ આઝાદીના ૭૦ વર્ષ બાદ માત્રને માત્ર ભાજપની સરકારે ખેડૂત અને ખેતીને યાદ કરીને તેને આબાદ કરવાની દિશામાં આગળ વધી રહી છે. ત્યારે ખેડૂત અને ખેત કાયદાના વિરોધના નામે રાજકીય રોટલા શેકવા નીકળેલા લોકોએ સમજી લે કે આજનો ખેડૂતએ એકવીસમાં સદીનો ખેડૂત છે જે તમારી ભ્રામક વાતમાં ભરમાશે નહીં. કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરનારા લોકોને હું ફરીથી પૂછી રહ્યો છું કે કેન્દ્રના કૃષિ કાયદામાં કરેલ જોગવાઇમાં કઇ જોગવાઇ ખેડૂતને પાયમાલ કરનારી છે તે વાતને જાહેર કરે તેવી નિવેદનના અંત શ્રી પટેલે માંગ કરેલ છે.

(2:41 pm IST)