રાજકોટ
News of Friday, 2nd October 2020

દેશ ભલે ૧૫ ઓગષ્ટે આઝાદી મનાવે, પશ્ચિમ બંગાળના રાણાઘાટ અને કૃષ્ણનગરમાં ૧૮ ઓગષ્ટે આઝાદી મનાવાય છે

પાકિસ્તાન ૧૪ ઓગસ્ટે સ્વાતંત્ર્યદિન મનાવે છે પણ હકિકત કઇક જુદી

જન જાગૃતી અભિયાન મંચના માધ્યમથી ભારતની ૧પ ઓગષ્ટ આઝાદી દિવસની ઉજવણી અંગે વાંચકો માટે રસપ્રદ માહિતી આપતા અત્રે રજુ છે. સમગ્ર ભારત ૧૯૪૭–૧પ ઓગષ્ટના દિવસે આઝાદ થયેલ નથી એ જાણવું જરૂરી છે.

ખંધા, ચાલબાઝ અને દેશમાં અશાંતી ફેલાઇ રહે તેવા પ્રયાસો અંગે્રજોએ આઝાદીના અંતિમ દિવસ સુધી કરેલા છે. ૧પ ઓગષ્ટ,૧૯૪૭ ના રોજ ભારતને આઝાદ કરવાનો નિણ ંય બ્રિટીશ સરકારે લઇ લીધેલ પણ જાણીબુઝી અશાંતી ઉભી કરવાના ઇરાદે કે ભૂલથી ભારત–પાકિસ્તાન વચ્ચે ભાગલાનો નકશો બનાવનાર અંગે્રજી અધિકારી સર રેડકિલફે નકશા બનાવતી વખતે પશ્યિમ બંગાળના નાદિયા જીલ્લાને કેટલાક ભાગોને પાકિસ્તાનમાં બતાવી દીધેલ, જેથી ૧પ–ઓગષ્ટે આ સમાચાર નાદિયા જીલ્લાની પ્રજાને મળતા પ્રજામાં ભયંકર રોષ ફાટી નીકળેલ કારણ કે આ જીલ્લામાં મોટા પ્રમાણમાં હિંદુઓ વસતા હતા. આને કારણે કોમી દંગલ શરૂ થયેલા અને સમગ્ર જીલ્લો હિંસાની લપેટમાં આવી ગયેલા. આ આંદોલનની આગેવાની રાણી જ્યોતીમર્ય, કાબુલાહારી અને શ્રી શ્યામાપ્રસાદ મુખજી ર્એ સંભાળેલ. આ ગંભીર અને દુઃખદ સમાચાર તાત્કાલીક અંતિમ બ્રિટીશ વાયસરોય માઉન્ટબેટન ને પહોંચાડેલ અને વાયસરોયે આ અંગેની સમગ્ર સત્ય હકિકત જાણી તાત્કાલીક આ જડના મુળસમા નકશો બનાવનાર અંગે્રજી અધિકારી સર રેડકિલફ ને રૂબરૂ હાજર થવા ફરમાન કરેલ. આ ગંભીર ભૂલ ભરેલા નકશામાં તુત ર્જ સુધારો કરવા આદેશ આપેલ. આ અંગેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા બે દિવસ વિતી ગયા.૧૭ મી ઓગષ્ટ,૧૯૪૭ ના રોજ મધ્યરાત્રીએ આ સુધારાની જાહેરાત કરેલ. જેના કારણે નાદિયાના રાણાઘાટ અને કૃષ્ણનગર ની પ્રજા ૧૮ મી ઓગષ્ટને આઝાદી દિવસ તરીકે ઉજવવા મજબુર બનેલ જે પ્રથા આજપણ ચાલુ છે.

આઝાદી અંગે અન્ય જાણવા જેવી હકિકતો. દેશના મોટા ભાગનો પ્રદેશ ૧૯૪૭–૧પ ઓગષ્ટે આઝાદ થઇ ગયેલ અને ૧૯પ૦, ર૬ જાન્યુઆરીએ દેશનો વહિવટ પ્રજાસતાક બની ગયેલ. આ બધુ તો આપણે અંગે્રજોને કાઢીને મેળવેલ પણ હજુ દેશના અનેક ભાગમાં વિદેશી પોટુ ંગીઝ–ડચ અને ફ્રેન્ચનું શાસન હતું. ગોવા, દાદરાનગર હવેલી, દીવ, પોંડીચેરી, યનામ (આંધ્રપ્રદેશ), ચંદ્રનગર (પશ્યિમબંગાળ) જેવા પ્રાંતો ગુલામ હતા.

દેશના લોખંડી પુરૂષ અને નાયબ વડાપ્રધાન સરદાર પટેલના મગજમાં આ વિદેશીઓને વહેલામાં વહેલી તકે હાકી કાઢવાનો પ્લાન તૈયાર હતો પરંતુ આપણી કમનશીબે શ્રી સરદાર પટેલ અવસાન પામ્યા. જેથી આ ગંભીર સમસ્યા ઉકેલવાની જવાબદારી વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂના શીરે આવેલ અને શ્રી નહેરૂએ તેમની કાર્યશૈલી મુજબ આ સમસ્યાના ઉકેલ માટે આગળ વધેલ. પોંડીચેરી તો ફ્રેન્ચો સાથે મંત્રણાથી ૩૧ ઓકટોબર ૧૯પ૪ ના રોજ આઝાદ થયેલ પરંતુ પોટુ ર્ગીઝ સરકાર અનેક પ્રયત્નો છતા તેના કબજા હેઠળના પ્રદેશો મુકત કરવા તૈયાર થયેલ નહી. જેથી ગોવાની પ્રજા સત્યાગ્રહ ઉપર ઉતરેલ તેના ઉપર શાસકોએ જુલ્મ ગુજારવાનું શરૂ કરેલ. આ આંદોલનમાં ર૦૦ સત્યાગ્રહીઓ શહીદ થયેલ. જેને કારણે પ્રજામાં ભારે રોષ ફાટી નિકળેલ. આવા સંજોગોમાં ભારતસરકાર પાસે લશ્કરી તાકાત ઉપયોગ કરવા સીવાય કોઇ રસ્તો ન હતો જેથી ૧૯૬ર–૧૬ મી ડિસેમ્બરે સેનાના જનરલ શ્રી ચૌધરીને આક્રમણ કરવાનો આદેશ આપેલ. જેના જવાબમાં આપણા બહાદુર જવાનો એ માત્ર ૩૬ કલાકમાં પોર્ટુગીઝ સેનાના ૩૧ જવાનોને મોતને ઘાટ ઉતારી દીધેલ. પરિસ્થિતીને પારખી પોર્ટુગીઝ લશ્કરના વડા એન્ટોની ૩૦૦૦ સૈનિકો સાથે આપણા સૈન્યના શરણે આવેલ. આમ ૪પ૦ વર્ષ જુની પોર્ટુગીઝ સત્ત્।ાનો બુરી રીતે અંત આવેલ. બાદમાં ગોવાને અલગ રાજય બનાવેલ અને દીવ–દમણને કેન્દ્રશાસીત સંઘમાં સમાવી લીધેલ.

ટુંકમાં સમગ્ર દેશની પ્રજા ૧૯૪૭ થી ૧૯૬ર સુધીમાં આઝાદ થયેલ છે.

: સંકલન :

તખ્તસિંહ (તખુભા) રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(3:13 pm IST)