રાજકોટ
News of Friday, 2nd October 2020

ધોળકીયા સ્કુલના ગજેન્દ્ર ગોકાણીના પિતા મનુભાઈનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ

પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ પ્રફુલભાઈ ગોકાણીના ભાઈ અને એડવોકેટ તુષારભાઈ ગોકાણીના ભાઈજી તેમજ : છેલ્લા ૧૦ દિવસથી કોરોના સામે લડતા મનુભાઈ ગોકાણીએ ગઈ મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા : ઘેરો શોક

રાજકોટ, તા. ૨ : ધોળકીયા સ્કુલના મેનેજર ગજેન્દ્રભાઈ ગોકાણીના પિતા મનુભાઈ ગોકાણીનું કોરોનાની સારવાર દરમિયાન ગઈકાલે મોડીરાત્રે દુઃખદ નિધન થયુ છે. સદ્દગત મનુભાઈ ગોકાણી મળતાવડા, હસમુખા અને ધર્મપરાયણ મનુભાઈના દુઃખદ નિધનથી ઘેરો શોક છવાયો છે.

દ્વારકા- ગો.વા. ગોવિંદજી માધવજી ગોકાણીનાં પુત્ર મનુભાઈ ગોવિંદજી ગોકાણી (ઉ.વ. ૬૯) ભાનુમતિબેનનાં પતિ, જે ગજેન્દ્ર ગોકાણી અને હિતેન ગોકાણી, અંજુબેન મહેશકુમાર કોટેચા, શિતલબેન પ્રિતેષકુમાર કોટેચાનાં પિતા, નિધીબેન તથા પલ્લવીબેનનાં સસરા અને મહેશભાઈ તથા પ્રફુલભાઈ (પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક જજ- મહેસાણા), સ્વ. જસુમતીબેન ગોવિંદજી માવાણી, નિતાબેન નિતીનકુમાર પુજારાનાં ભાઈ, પોરબંદર નિવાસી ગીરધરલાલ મનજીભાઈ કાનાણીના જમાઈ. તે એડવોકેટ તુષાર, રીપન, ગૌરાંગ, ધૃતિનાં અદા તેમજ કેવિન, કંગના, ધૈર્યનાં દાદા, શિવાની, કોશલ, પરીના નાના તા. ૧ને ગરૂવારે શ્રીજી ચરણ પામેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૩ ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૈકિકક્રિયા બંધ રાખેલ છે. મહેશભાઈ - ૯૮૨૪૮ ૦૩૩૩૬, પ્રફુલભાઈ - ૯૮૨૫૬ ૨૧૮૮૮, ગજેન્દ્રભાઈ - ૯૪૨૮૦ ૦૪૪૦૪, તુષારભાઈ - ૯૮૨૪૨ ૯૫૫૫૭.

(3:14 pm IST)