રાજકોટ
News of Friday, 2nd October 2020

દાંત-પેઢાના રોગોની સારવાર કરતી 'એસીપી ડેન્ટલ કેર'નો બીજા વર્ષમાં પ્રવેશ

ડો. આશીષ છજલાની અને ડો. ચાર્મી છજલાની પાડલીયાની સેવા

રાજકોટ : શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્ષચેન્જ ચોકમાં પાણીના ટાંકા સામે આવેલ એસીપી ડેન્ટલ કેર (દાંત અને પેઢાના રોગોની સારવાર)   એક વર્ષ પુર્ણ કરી અને બીજા વર્ષમાં  પ્રવેશ કર્યો છે. 

 આ તકે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના   જયેશભાઈ ઉપાઘ્યાયે એસીપી ડેન્ટલ કેરના   ડો. આશીષ છજલાની જૈન અને ડો. ચાર્મી છજલાની પાડલિયાની સેવાઓને બિરદાવી હતી.

 બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા એસીપી ડેન્ટલકેર ના ડો. આશીષ છજલાની જેને  જણાવ્યુ હતુ કે આ કોરોના મહામારી નાક અને મોઢા દ્વારા જ શરીરમાં પ્રવેશે છે. જેથી દાંતની ખુબજ સાફ સફાઈ રાખશો સમયાંતરે ચેક કરાવતા રહેશો અને સરકારશ્રીએ આપેલા નીયમો જેવાકે માસ્ક ફરજીયાત પહેરવું સોશ્યલ ડોસ્ટન્સ રાખવું, ભીડભાડ વાળી જગ્યાએ જવાનુ ટાળવું, સાબુ થી ૨૦ સેકન્ડ હાથ ધોવા, રેગ્યુલર આર્યુવેદ ઉકાળાનું સેવન કરવું, નિયમીત નાસ લેવો, મીઠાના પાણીના કોગળા કરવા વગેરે જેવી સાવચેતી રાખવાથી  આ કોરોના જેવી મહામારીને હરાવી શકીએ છીએ.

 એસીપી ડેન્ટલ કેરના ડો. ચાર્મી છજલાની જેન પણ સોશ્યલ મીડીયાના માધ્યમથી વિવિધ માહીતીઓ પહોંચાડવામાં આવી રહી છે. વધુ માહીતી માટે મો.   ૭૯૯૦૦ ૫૮૭૯૧ ઉપર સંપર્ક કરવા  યાદીમાં જણાવાયું છે.

(4:00 pm IST)