રાજકોટ
News of Friday, 4th December 2020

ગોંડલ રોડ પર રીક્ષામાંથી દારૂની ૫૧ બોટલ સાથે રોહીત અને જીલુ પકડાયા

ક્રાઇમબ્રાચે ચૂનારાવાડમાંથી સુનીતાને ૧૨ બોટલ સાથે અને થોરાળા પોલીસે અરૂણાને ૧૯ બોટલ સાથે ઝડપી લીધી

રાજકોટ,તા. ૪: શહેરના ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલપંપ પાસેથી રીક્ષામાં દારૂની ૫૧ બોટલ સાથે બંને તથા ક્રાઇમ બ્રાંચે ચૂનારાવાડમાંથી ૧૨ બોટલ સાથે મહિલાને અને થોરાળા પોલીસે દારૂની ૧૯ બોટલ સાથે એક મહિલાને ઝડપી લીધી હતી.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પરથી એક શખ્સ રીક્ષામાં દારૂની હેરાફેરી કરતો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. રોહીતભાઇ કછોટ અને મહેશભાઇ ચાવડાને બાતમી મળતા પીઆઇ કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.કે.ઝાલા હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજભાઇ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, મહેશભાઇ, રોહીતભાઇ, હિતેષભાઇ સહિત ગોંડલ પર વોચમાં હતા. ત્યારે રાજકમલ પેટ્રોલપંપ પાસેથી પસાર થતી જીજે-૩ બીયુ-૫૬૬૦ નંબરની રીક્ષાને રોકી તલાશી લેતા તેમાંથી રૂો ૨૫,૫૦૦ની કિંમતની દારૂની ૫૧ બોટલ મળી આવતા ચાલક રોહીત રમેશભાઇ સોલંકી (ઉવ. ૨૨) (રહે. મનહર સોસાયટી મફતીયાપરા) અને જીલુ કાસમભાઇ લધડ (ઉવ.૫૫) (રહે. મનહરપરા મફતીયાપરા શરી નં. ૧ ને પકડી લીધા હતા.

જ્યારે બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના પી.આઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.જે.જાડેજા, એએસઆઇ જયેશભાઇ, રાજદીપસિંહ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, ભરતસિંહ તથા સ્નેહભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે એએસઆઇ રાજદીપસિંહ અને જયેશભાઇને મળેલી બાતમીના આધારે ચૂનારાવાડ શેરી નં. ૨માંથી સુનીતા સંજયભાઇ સનુરા (ઉવ. ૨૭)ને દારૂની ૧૨ બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં થોરાળામાં પોલીસ મથકના કોન્સ. વિજયભાઇ મેતા, જયદીપભાઇ ધોળકીયા, અને રમેશભાઇ માલકીયા મળેલી બાતમીના આધારે પીઆઇ જીએમ.હડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જી.એસ.ગઢવી હેડ કોન્સ. ભુપતભાઇ, શૈલેષભાઇ, નરસંગભાઇ, વિજયભાઇ, કિરણભાઇ, જયદીપભાઇ, યુવરાજસિંહ તથા રમેશભાઇ સહિતે ચુનારાવાડ -૩માં ઓરડીમાંથી રૂ. ૩,૮૦૦ની કિંમતની દારૂની ૧૯ બોટલ સાથે અરૂણા સાગરભાઇ રાઠોડ (રહે.ચૂનારાવાડ શેરી નં.૩)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:33 pm IST)