રાજકોટ
News of Thursday, 10th September 2020

વિખુટી પડેલી બાળકીનું માલવીયાનગર પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

રાજકોટઃ નવલનગર-૯માં હોમગાર્ડ જવાન આનંદભાઇ મકવાણાને એક બાળકી રડતી મળતાં તેણે તેના વાલીની શોધખોળ કરી હતી. પણ પત્તો ન મળતાં બાળાને માલવીયાનગર પોલીસ સ્ટેશને સોંપતા એએસઆઇ ગીતાબેન પંડ્યાએ બાળાને રમકડા, નાસ્તો આપી પૃછા કરી હતી. પણ તે પોતાનું નામ જણાવી શકી નહોતી. બાદમાં પીઆઇ એન. કે. ભુંકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, એએસઆઇ ગીતાબેન સહિતની ટીમ તથા પીસીઆરના ચીરાગભાઇ કલોલા સહિતે દોડધામ કરી હતી. અંતે ચિરાગભાઇને ચંદ્રેશનગરમાંથી બાળાની માતા હેમલત્તાબેન મનોજ યાદવ મળી આવી હતી. તેણે દિકરી અનુષ્કા (ઉ.વ.૨) રમતી રમતી વિખુટી પડી ગયાનું કહેતાં પોલીસ મથકે લાવી ખાત્રી કરાવી બાળાને સોંપી હતી.

(2:55 pm IST)