રાજકોટ
News of Thursday, 10th September 2020

બેંક ઓફ બરોડાની બેડીપરા-ઢેબર રોડ અને યાજ્ઞિક રોડ બ્રાંચમાં કોરોનાનો પડાવઃ સ્ટાફ સંક્રમિતઃ કામકાજ બંધ

રાજકોટઃ રાજકોટમાં કોરોના તેની પાંખો પ્રસરાવી રહ્યો છેઃ વધુને વધુ વિસ્તારો અને લોકોને તે પોતાના ભરડામાં લઇ રહ્યો છે : ગ્રાહકો -લોકો સાથે સીધા સંપર્કમાં આવતા બેંક કામદારો હવે સતત સંક્રમિત થઇ રહ્યા છેઃ આજે બેંક ઓફ બરોડાની ૩ શાખાના કર્મચારીઓને કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવતા બેંક કર્મચારીઓ અને ગ્રાહકોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છેઃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બરોડા બેંક યાજ્ઞિક રોડ (અગાઉની દેના બેંક) શાખાના પ કર્મચારીઓને કોરોના થયાનું બહાર આવતા ર દિવસ માટે બેંક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત આ જ બેંકની ઢેબર રોડ શાખાના પ કર્મચારીઓ તથા બેડીપરા શાખાના ૩ કર્મચારીઓને કોરોના પ્રોઝીટીવ થયાનું જાણવા મળે છેઃ આ બેંકના ફફડેલા કર્મચારીઓનું કહેવું છે કે કોરોનાનું સંક્રમણ ઘટાડવા શનિ-રવિનું લોકડાઉન જાહેર કરવું જોઇએઃ બેંકની ઢેબર રોડ શાખા પણ બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

(4:05 pm IST)