News of Thursday, 10th September 2020
NCPના રાજકોટ જીલ્લા કાર્યાલયનું શનિવારે ઉદઘાટનઃ જયંત પટેલ (બોસ્કી) ની ઉપસ્થિતિ
એનસીપી પ્રદેશ કક્ષાના નેતાઓ પણ હાજર રહેશે
રાજકોટઃ તા.૧૦, આગામી તા.૧૨ શનિવારના રોજ રાજકોટ જીલ્લા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના રાજકોટ જીલ્લા કાર્યાલયના ઉદઘાટનનો કાર્યક્રમ સવારે ૧૦:૩૦ વાગે યોજાયેેલ છે.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે એનસીપી પ્રદેશ પ્રમુખ શ્રી જયંત પટેલ ''બોસ્કી'', ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી નકુલસિંહ તોમર, પ્રદેશ સંગઠન મંત્રી લકકીભાઇ ગોહીલ અને ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખશ્રી રેશ્માબેન પટેલ ઉપસ્થિત રહેશે. તેમ સંદીપ ડોબરીયા (રાજકોટ જીલ્લા પ્રમુખ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ) એ એક યાદીમાં જણાવાયુ છે.
સ્થળઃ દેવ આશિષ કોમ્પ્લેક્ષની બાજુમાં ૧૫૦ ફુટ રીંગ રોડ, ગોવર્ધન ચોક પાસે, સેફટી મોલની સામે, સમીર સીમેન્ટની બાજુમાં, રાજકોટ
(4:07 pm IST)