શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અશોક ડાંગરની પુનઃ નિમણુંકને આવકારતા કાર્યકરોઃ ફટાકડા ફોડયા
આજે સવારે કોંગ્રેસ કાર્યાલયે નવનિયુકત પ્રમુખને શુભેચ્છા પાઠવવા કાર્યકરો ઉમટયા
રાજકોટ તા. ૧ર :.. ગઇકાલે ઓલ ઇન્ડીયા કોંગ્રેસ દ્વારા ગુજરાતના વિવિધ શહેરો અને જીલ્લાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ શહેરનાં પ્રમુખ તરીકે અશોક ડાંગરની પુનઃ નિમણુંક કરવામાં આવતા આજે કાર્યકરો દ્વારા કાર્યાલય ખાતે ફટાકડા ફોડી આ નિમણુંકને આવકારી હતી. અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ અંગે શહેર કોંગ્રેસની યાદીમાં જણાવ્યા મુજબ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પૂર્વ મેયર અને લડાયક નેતા અશોકભાઈ ડાંગરની પુનઃનિમણુક કરવામાં આવી. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ એ આ નિમણુકને આવકારી અને રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે અશોકભાઈ ડાંગરને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો ભાઈ-બહેનોએ શુભેચ્છાઓ પાઠવી અને ફટાકડા ફોડી આ નિમણુકને આવકારી હતી. આ તકે પ્રદેશ મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, પ્રવીણભાઈ સોરાણી, વલ્લભભાઈ પરસાણા, સુરેશભાઈ ગરેયા, મયુરસિંહ જાડેજા, નીલેશભાઈ મારૃં, મેનાબેન જાદવ, દિપ્તીબેન સોલંકી, પૂર્વ ડેપ્યુટી મેયર મોહનભાઈ સોજીત્રા, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, ભીખાભાઈ ગજેરા, અતુલભાઈ કમાણી, અરવિંદભાઈ ભેસાણીયા, અલ્પેશભાઈ ટોપિયા, ગોરધનભાઈ મોરવાડિયા, મહેન્દ્રભાઈ શ્રીમાળી, કેતનભાઈ તાળા, વિજયભાઈ જાની, નારણભાઈ હીરપરા, દીપકભાઈ દ્યવા, માણસુરભાઈ વાળા, દીપેનભાઈ ભગદેવ, રવિભાઈ ડાંગર, પીયુશભાઇ લીંબાસીયા, કાળુભાઈ ચુડાસમા, નરેશભાઈ ગઢવી, રોહિતભાઈ બોરીચા, ઘનશ્યામભાઈ મકવાણા, જીતેન્દ્રભાઈ રૈયાણી, રાજેશભાઈ લીંબાસીયા, ચાંદનીબેન લીંબાસીયા, રીટાબેન વડેચા, જયાબેન ચૌહાણ, ચંદ્રિકાબેન વરાણીયા, રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલભાઈ મોરવાડિયા, ગૌતમભાઈ મોરવાડિયા વિગેરે આગેવાનો કાર્યકરો ભાઈ-બહેનો ઉપસ્થિત રહીને આ નિમણુકને આવકારી હતી.