રાજકોટ
News of Friday, 16th October 2020

ભીચરી નજીક ઝાડી-જાખરામાં સંતાડેલી દારૂની ૬૦ બોટલ સાથે કિશોર રાઠોડ પકડાયો

રાજકોટઃ પ્રદ્યુમન પાર્કની પાછળ ભીચરી જતા રસ્તે ખરાબામાં દારૂનો જથ્થો પડયો હોવાની આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. એમ. એમ. ઝાલાને મળેલી બાતમી મળતા પીઆઇ વી. જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એમ. ઝાલ, પીએસઆઇ એમ. ડી. વાળા, હેડ કોન્સ. કૌશેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ, ભીખુભાઇ મૈયડ, કોન્સ. ઉમેદભાઇ, જયપાલભાઇ તથા યોગેન્દ્રસિંહ સહિતે ભીચરી ગામ નજીક દરોડો પાડી ખરાબામાં ઝાડી-જાખરામાં છુપાવેલ રૂ. ર૮ હજારની કિંમતની દારૂની ૬૦ બોટલ સાથે કિશોર ડાયાભાઇ રાઠોડ (ઉ.વ. ૪૮) (રહે. ચુનારાવાડ શેરી નં. ૩) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:07 pm IST)