રાજકોટ
News of Thursday, 17th September 2020

સિવિલ હોસ્પિટલના કે.ટી. ચિલ્ડ્રન વિભાગ પાસે અજાણ્યા શખ્સે તોફાન કર્યુ

રાજકોટઃ વહેલી સવારે પાંચેક વાગ્યે સિવિલ હોસ્પિટલ કે. ટી. ચિલ્ડ્રન વિભાગના દરવાજા પર એક શખ્સે ધમાલ મચાવી દરવાજામાં લાકડીઓ ફટકારતાં દોડધામ મચી ગઇ હતી. સિકયુરીટીની ટીમે સમય સુચકતા વાપરી ગેઇટ બંધ કરી દીધો હતો. આ શખ્સ હાથમાં લાકડી અને પટ્ટો લઇને દોડાદોડી કરતો કરતો કે. ટી. ચિલ્ડ્રન વિભાગના ગેઇટ સુધી આવી ગયો હતો. કોઇએ આ શખ્સની મજાક કરતાં તે છંછેડાયો હતો અને તોફાન કર્યુ હતું. તેની માનસિક સ્થિતિ અંગે પણ શંકા વ્યકત કરાઇ હતી. પોલીસને જાણ થતાં તાકીદે પહોંચીને સમજાવીને તેને બહાર મુકી આવ્યા હતાં.

(2:43 pm IST)