રાજકોટ
News of Thursday, 17th September 2020

હવે રાજકોટના તમામ એન્ટ્રી પોઇન્ટ પર મેડીકલ ટેસ્ટઃ જ્ઞાતિ સંસ્થાઓને ડોકટરો સાથે સંજીવની રથ શરૂ કરવા અપીલ

કોરોનાની બેકાબુ સ્થિતીમાં હવે તંત્ર લોક સહયોગ માગે છે

રાજકોટ તા. ૧૭ : શહેરમાં કોરોના હવે કન્ટ્રોલ બહાર જેવી સ્થિતીમાં છે.  મ્યુ.કોર્પોરેશન કર્મચારીઓ અધિકારીઓ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. ત્યારે હવે શહેરનાં જ્ઞાતી મંડળો, સંસ્થાઓ કોરોનાને કાબુમાં લેવાની કામગીરીમાં જોડાય અને ડોકટરો સહીતના મેડીકલ સ્ટાફ સાથેના સંજીવની રથ શરૂ કરે તેવો  અનુરોધ મ્યુ.કમિશ્નર ઉદ્દીત અગ્રવાલે કર્યો છે.

શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે હવે રાજકોટમાં તમામ એન્ટ્રી પોઇન્ટ જેવા કે કુવાડવા રોડ, માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, કાલાવડ રોડ વગેરે સ્થળે ખાસ ચેક પોસ્ટ ઉભી કરી શહેરમાં પ્રવેશનારા તમામના મેડીકલ ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત શહેરના વિવિધ જ્ઞાતી મંડળો સેવાભાવી સંસ્થાઓ, મેડીકલ ક્ષેત્ર, આરોગ્ય સંસ્થાઓ દ્વારા તેઓના ડોકટરો તથા નર્સીંગ સ્ટાફને રાખીને સંજીવની રથ શરૂ કરવા માટે મ્યુ.કમિશ્નર શ્રી અગ્રવાલે અનુરોધ કર્યો છે.

(3:34 pm IST)