રાજકોટના કુવાડવામાં ધોરાજીનો શખ્સ ગેરકાયદેસરની દેશી બનાવટની પીસ્તોલ તથા જીવતા કાર્ટીઝ નંગ-૩ સાથે ઝડપાયો
રાજકોટ : સીટી ક્રાઇમ બ્રાન્ચે કુવાડવાના તળાવ પાસે ધોરાજીના માનસિંહ ઉદેસિંહ શિકલીકરને પોલીસે ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્તોલ અને જીવતા કાર્ટીઝ નંગ-૩ સાથે પકડી પાડેલ છે.
નવરાત્રીનાો પર્વ ચાલુ થયેલ હોય જેથી શહેરમાં પ્રજાની શાંતી અને સલામતી જળવાઇ રહે તે માટે શહેરના અસામાજીક તત્વો ઉપર વોચ રાખવા તેમજ શરીર સંબંધી ગુનાઓ અટકાવવા અને શરીર સંબંધી ગુનાઓમાં નાશતા ફરતા આરોપીઓની ધરપકડ કરવા તેમજ અસામાજીક અને ગેરકાદેસર પ્રવૃત્તિ સદંતર નાબુદ ક રવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર મીણા ઝોન-૧ તથા શ્રી જાડેજા ઝોન-ર તથા મદદનીશ પોલીસ કમિશ્ ર ક્રાઇમ ડી.વી. બસીયા નાઓએ સુચના કરેલ હોય જે સુચના અન્વયે પો. ઇન્સ. વી.કે.ગઢવીના સીધા માર્ગદર્શન મુજબ આજરોજ ના ડી.સી.બી. પો.સ્ટે. ના પો. સબ. ઇન્સ. એમ. વી. રબારીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રલીંગમાં હતી તે દરમિયાન ટીમના એ.એસ.આઇ. જયુભા પરમાર અને પ્રતાપસિંહ ઝાલા અને એભલભાઇ બરાલીયાનાઓને મળેલ સંયુકત હકિકત આધારે કુવાડવા ગામ તળાવના કાંઠે મેલડી માતાજીના મંદિર પાસેથી આરોપી માનસિંહ ઉદેસિંહ શિકલીકર ઉ.વ.પ૬ રહે. ગુલાબનગર ફરેણી રોડ ગુલાબનગર મફતીયાપરા ધોરાજી વાળાને પકડી પાડેલ છે.
આરોપી પાસેથી ગે. કા. દેશી બનાવટની પીસ્ટલ નંગ ૧ કિ. રૃા. ૧૦,૦૦૦/, જીવતા કાર્ટીઝ નંગ-૩ કિ. રૃા. ૩૦૦/- તથા હીરો હોન્ડા પેશન પ્લસ મોટર સાયકલ નં. જી.જે. ર૪ ઇ.૮૭૭પ કિંમત રૃા. ૧પ૦૦૦/- નું કબજે કરેલ છે.
આ કામગીરીમાં પો.ઇન્સ. વી.કે.ગઢવી તથા પો. સબ. ઇન્સ. એમ.વી. રબારી, એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ એમ. પરમાર, પો. હેડ કોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા હરદેવસિંહ જાડેજા, જગદીશભાઇ મેવાડા, પો. કોન્સ. એભલભાઇ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા, સોકતભાઇ ખોરમ જોડાયા હતાં.