રાજકોટ
News of Sunday, 18th October 2020

સમરસ કોવીડ સેન્ટરના ૧૦૦ કોન્ટ્રાકટ કર્મચારીઓને એકાએક છુટા કરાતા દેકારોઃ ૧ાા મહિનાથી પગાર પણ બાકી

કોન્ટ્રાકટરે પગાર પણ નથી આપ્યોઃ એડી. કલેકટર કહે છે પગાર આજે જ ચુકવાઇ જશે : ટોળુ કલેકટર કચેરીએ દોડી આવ્યું: એડી. કલેકટરની સાફ વાત ૩૦ કે ૬૦ દિ'ના ઓર્ડર પર લેવાયા હતા : સીટી પ્રાંત -ર એ કોન્ટ્રાકટરના બીલમાં કવેરી કાઢતા આખો મામલો ગુંચવાયો અને છુટા કરાયાઃ પ્રાંત પાસેથી પણ વિગતો મંગાવાઇઃ તમામને ન્યાય મળશે નો નિર્દેશ : કલેકટરની મંજુરી વગર કોન્ટ્રાકટરે એકી સાથે ૧૦૦ને છુટા કરી દીધા : કોરોના દર્દીની સેવા કરતા હતા, આખુ ઇન્ફ્રાસ્ટ્રકચર તંત્ર એમને એમ રાખ્યું તો માણસો કેમ છુટા કરાયાઃ વેધક સવાલ

સમરસ કોવીડ સેન્ટરના કોન્ટ્રાકટ બેઇઝ ૧૦૦ કર્મચારીઓને છુટા કરી દેવાતા આ તમામ કલેકટર કચેરીમાં દોડી આવ્યા હતા અને વિગતો વર્ણવી હતી.

રાજકોટ, તા. ૧૭ :  યુનિ. પાસે આવેલ અને કલેકટર તંત્રે જેને કોવીડ કેર સેન્ટર બનાવ્યું છે, તે સમરસ કોવીડ કેર સેન્ટરના કુલ ૧૪૬માંથી ૧૦૦ જેટલા કર્મચારીઓને ગઇકાલે રાત્રે કોન્ટ્રાકટરે એકાએક છુટા કરી દેતા ભારે દેકારો બોલી ગયો છે. એટલું જ નહીં આ તમામ કર્મચારીઓનો ૧ાા મહિનાથી પગાર પણ નહિ આપ્યાનું બહાર આવતા ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

કોન્ટ્રાકટર જી.ડી.નાકરાણીના કહેવાથી એચ.આર.ના હેડ મહિલા કર્મચારીએ કોન્ટ્રાકટર બેઇઝ વોર્ડ એટેડેન્ટ અને હાઉસ કીપીંગ એવા ૧૦૦ કર્મચારીઓને છુટા કરી દેતો હુકમ કરતા દેકારો મચી ગયો હતો, આ તમામ આજે કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા અને રડતા રડતા વિગતો વર્ણવી હતી, પત્રકારો સમક્ષ જણાવેલ કે અમને કોન્ટ્રાકટરે પગાર પણ નથી આપ્યો, દોઢ મહિનાથી પૈસા બાકી છે, એટલુજ નહીં ઓવરટાઇમના પૈસા પણ નથી આપ્યા દરેકનો પગાર ૧૦ થી ૧ર હજાર જેવો છે અને બધા રાજકોટના છે.

દરમિયાન આ બાબતે આજે કલેકટર પછી સમરસ હોસ્ટેલ દોડી ગયાનું કહેવાય છે. જો કે તેમનો સંપર્ક કરતા તેઓ મળી શકયા ન હતા.

બીજી બાજુ એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે પગાર નહિ ચુકવાયો હોય તો તે આજે  જ ચુકવી દેવાશે, કોઇનો પગાર નહિ રોકાય, તેમણે સમરસ હોસ્પીટલનો હવાલો સંભાળતા સીટી ઝોન-ર ચરણસિંહ ગોહિલને પણ પગાર તાકિદે ચુકવાય તે અંગે સુચના આપી હતી, તેમણે પ્રાંત પાસેથી વિગતો જાણીતો  એવી બાબત પણ બહાર આવી હતી કે સીટી પ્રાંત-ર અને કોન્ટ્રાકટર દ્વારા મુકાયેલા ૧ર૦ કર્મચારીના બીલમાં કવેરી મળતાં અને વેરીફાઇનું જણાવતા-મામલા ગરમાયો હતો અને કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને છુટા કરી દીધા હતા.

જો, કે એડીશનલ કલેકટરશ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે આ લોકો કાયમી કર્મચારી નથી અને ૩૦ દિવસ કે ૬૦ દિવસના ઓર્ડર ઉપર જ કામે રખાયા છે, આમ છતાં તેમને સાંભળી ન્યાય કરાશે.

એડી. કલકેટર સીટી પ્રાંત-ર ને પણ આવી રીતે એકીસાથે ૧૦૦ કર્મચારીને કોન્ટ્રાકટરે છૂટા નહિ કરવા જોઇતા હતા, તેમ જણાવી તમામ વિગતો આપવા સુચના આપી હતી.

(3:32 pm IST)