રાજકોટ
News of Sunday, 18th October 2020

હળાહળ કલિયુગ: વિધવા બહેન પર સગા ભાઈએ ધાકધમકી આપી અવાર નવાર બળાત્કાર ગુજાર્યો: રાજકોટ તાલુકા પોલીસે ભુપત ધોળકિયા વિરુદ્ધ ગુનો નોંધી અટકાયતમાં લીધો

રાજકોટ: શહેરના ગોકુલધામ પાસે ગોકુલનગર-3 માં રહેતા ભુપત નાનજીભાઈ ધોળકિયા નામના શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 376, 506 (2), 323 મુજબ વિધવા બહેનને ધાકધમકી આપી મારકુટ કરી સોળ વર્ષ દરમિયાન અવાર નવાર બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી કોઈને જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપ્યાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે. તાલુકા પીઆઇ ધોળાની રાહબરીમાં પીએસઆઇ વી.એન. મોરવાડિયા અને સ્ટાફે આરોપીને સકંજામાં લઈ વિશેષ તપાસ હાથ ધરી છે.

(7:45 pm IST)