જુગારના અનેક ગુનામાં સામેલ સમીર અને ભાવેશ તથા દારૂના ગુનામાં સંજય પાસામાં ધકેલાયા
રાજકોટ,તા. ૧૯: શહેરના અલગ અલગ વિસ્તારમાં જુગારના ગુનામાં સામેલ બે અને વિદેશી દારૂના ગુનામાં સામેલ એક શખ્સને પાસામાં ધકેલી દેવાયા છે.
મળતી વિગત મુજબ શહેરના બાબરીયા કોલોની વિસ્તારમાં જુગારના અનેક ગુનામાં સામેલ સમીર મનસુખભાઇ સોરઠીયા (ઉવ.૩૬) (રહે.બાબરીયા કોલોની સ્વામીનારાયણ મંદીર વાળી શેરી નં.૪)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઇ એન.કે.જાડેજા, હેડ કોન્સ. રાજુભાઇ હેડકવાડ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા રાહુલગીરી ગૌસ્વામીએ દરખાસ્ત કરતા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ વી.જે.જાડેજા એ.એસ.આઇ જયેશભાઇ નીમાવત હેડ કોન્સ. ચેતનસિંહ, યોગેન્દ્રસિંહ તથા વિરેન્દ્રસિંહ જાડેજા સહિતે સમીર સોરઠીયાને પાસા હેઠળ પકડી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો.
જ્યારે માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે.એન. ભુકણ, પીએસઆઇ વી.કે.ઝાલા, હેડ કોન્સ. મશરીભાઇ, અરૂણભાઇ, મયુરભાઇ, મહેશભાઇ તથા ભાવેશભાઇ ગઢવીએ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે ઇશ્યુ કરેલ વોરંટની બજવણી કરી જુગારના ગુનામાં સામેલ ભાવેશ બચુભાઇ પાડલીયા (ઉવ.૩૮) (રહે. લક્ષ્મીનગર શેરી નં.૨) ને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો.
જ્યારે યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં વિદેશી દારૂના અનેક ગુનામાં પકડાયેલા સંજય ભીખુભાઇ શિયાર (ઉવ.૩૦) (રહે. બંસી રેસીડેન્સી શેરી નં.૧ રૈયાર રોડ) ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઇ એન.કે. જાડેજા, રાજુભાઇ, શૈલેષભાઇ, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી સહિતે દરખાસ્ત કરતા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ.એ.એસ.ચાવડા પીએસઆઇ એ.બી.જાડેજા, બી.જી. ડાંગર, હેડ કોન્સ. બળભદ્રસિંહ, હરપાલસિંહ, યુવરાજસિંહ, મહિપાલસિંહ, જેન્તીગીરી, મુકેશભાઇ, કૃષ્ણદેવસિંહ, અજયભાઇ બ્રીજરાજસિંહ સહિતે બુટલેટર સંજય ભીખુભાઇ શિયાર (ઉવ.૩૦) (રહે. બંસી રેસીડેન્સી શેરી નં.૧ રૈયા રોડ)ને પાસા હેઠળ પકડી લઇ વડોદરા જેલમાં ધકેલી દીધો હતો.