રાજકોટ
News of Sunday, 20th September 2020

ગોંડલ રોડ ચોકડીએ મોબાઇલમાં આઇડી મેળવી કારમાં બેસી ઓનલાઇન જૂગાર રમતો સગીર પકડાયોઃ પ્રણવ સામાણીનું નામ ખુલ્યું

ક્રાઇમ બ્રાંચ પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમનો દરોડો

રાજકોટઃ ગોંડલ રોચડ ચડકી પાસે એક સગીર પોતાના મોબાઇલ ફોનમાં આઇડી મેળવી ઓનલાઇન જૂગાર રમતો હોવાની બાતમી પરથી ડીસીબીના પીએસઆઇ વી. જે. જાડેજા, કોન્સ. હિરેન્દ્રસિંહ પરમાર સહિતે તેને સકંજામાંલઇ તપાસ કરતાં મોબાઇલમાં એટીએમ ઇએકસસીએચ નામની આઇડી મેળવી ઓનલાઇન હારજીતનો જૂગાર રમતો જણાતાં ૨૦ હજારનો મોબાઇલ, રૂ. ૩૦૦ રોકડા તથા ઇકો સ્પોર્ટ ગાડી રૂ. ૪ લાખની મળી કુલ રૂ. ૪,૨૦,૩૦૦ના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી હતી. આ શખ્સે પ્રણવ સામાણી નામના શખ્સ પાસેથી જૂગાર રમવાની આઇડી મેળવી હોઇ તેની શોધખોળ થઇ રહી છે. એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે.ગઢવી, આર.વાય. રાવલની રાહબરીમાં પેટ્રોલીંગ દરમિયાન આ કામગીરી થઇ હતી.

(11:46 am IST)