રાજકોટ
News of Tuesday, 20th October 2020

મોરબીમાં મેરજાને જીતાડવા ટીમ રાજકોટ ભાજપ દ્વારા વોર્ડવાઇઝ ડોર ટુ ડોર લોકસંપર્ક

રાજકોટ, તા. ર૦ :  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, વિધાનસભા-૭૧ના ઇન્ચાર્જ રાજુભાઇ બોરીચાની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ આગામી તા. ૩  ગુજરાતના ૮ જિલ્લાઓમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાનાર છે. ત્યારે મોરબી ખાતે વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બ્રીજેશભાઇ મેરજાને જંગી લીડથી વિજયી બનાવવા પ્રચાર-પ્રસાર કાર્યને વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે.

આજથી મોરબી ભાજપના ઉમેદવાર બ્રીજેશભાઇ મેરજા દ્વારા મોરબી શહેરના ૧ થી ૧૩ વોર્ડ માં ડોર-ટુ -ડોર લોકસંપર્ક અને પત્રીકા વિતરણનો કાર્યક્રમ શરૂ થનાર છે ત્યારે મોરબીના વોર્ડ નં. ૧,ર,૩ અને ૪ માં સવારે ૯ થી સાંજના ૭ સુધી લોકસંપર્ક યોજાશે. જેમાં રાજકોટ મહાનગરના વોર્ડ નં. ૪, ૭,૧પ, ૧૬ તથા ૧૮ ના કાર્યકર્તાઓ જોડાશે.

તેમજ કાલે તા. ર૧ મોરબી શહેરના વોર્ડ નં. ૮,૯, ૧૦ અને ૧૧માં તેમજ તા. રર ના મોરબી શહેરના વોર્ડ નં. પ,૬,૭,૧ર,૧૩ ના વોર્ડમાં લોકસંપર્ક અને પત્રીકા વિતરણ યોજાશે. જેમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તથા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી તથા ભાનુબેન બાબરીયાની આગેવાની હેઠળ મહાનગરના કાર્યકર્તાઓ તેમજ મહિલા મોરચાના બહેનો ઉપસ્થિત રહી આ પ્રચાર કાર્યને વેગવંતુ બનાવશે. જેમાં વોર્ડવાઇઝ વોર્ડ નં. ૧ થી ૧૮ના અગ્રણીઓ સર્વે શ્રી, અશ્વીન મોલીયા, કશ્યપ શુકલ, ઉદય કાનગડ, માવજીભાઇ ડોડીયા, ડો. વિજય દેશાણી, ગોવિંદભાઇ પટેલ, જીતુભાઇ કોઠારી, નેહલ શુકલ, નિતિન ભુત, કમલેશ મિરાણી, અરવિંદ રૈયાણી, દેવાંગ માંકડ, રાજુભાઇ બોરીચા, કિશોર રાઠોડ સહિતના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ મોરબી ખાતે જવાબદારી સંભાળી રહ્યા છે.

(2:53 pm IST)