રાજકોટ જીલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘમાં પ્રિ. ડો. યજ્ઞેશ જોશી ડીરેકટર પદે
રાજકોટઃ તા.૨૦, રાજકોટ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની મીટીંગ રાજકોટ જીલ્લા બેંકના પૂર્વ ડાયરેકટર તરીકે કોંગ્રેસી આગેવાન પ્રિ.ડી. યજ્ઞેશભાઇ એમ. જોશીની સંઘના ડાયરેકટર તરીકે વરણી કરવામાં આવી છે.
ડો. યજ્ઞેશ જોશી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ભૂતપૂર્વ સિન્ડીકેટ સભ્ય છે. તેમજ રાજકોટ જીલ્લા સહકારી બેંકના ૬ ટર્મ સુધી ડાયરેકટર રહયા છે. તેેઓની રાજકોટ જીલ્લા ખરીદ વેંચાણ સંઘમાં ડાયરેકટર તરીકે વરણી થતા જીલ્લા સહકારી બેંકના ૬ ટર્મ સુધી ડાયરેકટર રહયા છે. તેઓની રાજકોટ જીલ્લા ખરીદ વેચાણ સંઘમાં ડાયરેકટર તરીકે વરણી થતા રાજકોટ જીલ્લા બેંકના ચેરમેન અને કેબીનેટ મંત્રી શ્રી જયેશ રાદડીયા, ઘનશ્યામભાઇ ખાટરીયા, મગનભાઇ ઘોણીયા, પ્રદીપભાઇ ત્રિવેદી, જોરૂભા ખાચર, ડો. રાજેશ ત્રિવેદી વિગેરે સહકારી આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. મો.૯૮૨૪૨ ૪૯૭૨૦