રાજકોટ
News of Saturday, 23rd January 2021

વિજ કર્મચારીઓના ભથ્થા મંજુર થતા સરકારનો આભાર માનતી સંકલન સમિતિ

રાજકોટ તા. ૨૩ : રાજ્યના વિજ કર્મચારીઓના ભથ્થા મંજુર થતાં ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિએ આ બાબતે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.

આ અંગે સમિતિના સંયોજકો આર.બી.સાવલિયા તથા ગીરીશ જોષીએ આભારપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ વતી અમો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી તથા નાણામંત્રી નીતિનભાઈ પટેલ, ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ઉર્જા રાજય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, સમિતિના પ્રમુખો ગોરધનભાઈ ઝડફિયા, વાસણભાઈ આહીર, ભરતભાઈ પંડ્યા, ભરતભાઈ ડાંગર, કેતનભાઈ ઈનામદાર તથા ઉર્જા વિભાગના અધિક મુખ્યસચિવ શ્રીમતી તોમર તથા અન્ય તમામ અધિકારીઓ તથા જીયુવીએનએલના મેનેજીંગ ડિરેકટર શ્રીમતી શાહમીના હુસૈન, શ્રી મુનશી, શ્રી રાયનો જીયુવીએનએલ હેઠળના ૫૫,૦૦૦ કર્મચારીઓ - અધિકારીઓ વતી અમારી લાગણી અને માંગણી સ્વીકારવા બદલ ખુબ ખુબ આભાર માનીએ છીએ.

ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તથા ભાજપ આગેવાન નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા જરૂરી સાથ સહકાર આપવા બદલ તેઓનો ગુજરાત સયુંકત સંકલન સમિતિ વિશેષ આભાર માને છે. વિશેષ મુખ્યસચિવ (નાણા), પંકજ જોષીનો પણ ખાસ આભાર માનવામાં આવે છે.

આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે તમામ યુનિયનો - એસોસીએશનોના તમામ સ્તરના હોદેદારો - મેમ્બરો દ્વારા સાથે રહીને સંગઠન શકિતનો પરિચય બતાવેલ છે - સફળતાપૂર્વક તમામ કાર્યક્રમો કરેલ છે - આદેશના અનુસાર માસ સી.એલ. મુકેલ છે - જરૂર પડ્યે સાથે ઉભા રહેલ છે તે તમામનો ગુજરાત રાજય ઉર્જા સયુંકત સંકલન સમિતિ આભાર માને છે. આ તમામ કંપનીઓ આપણી છે તેમ માની સૌ કોઈ અધિકારીઓ - કર્મચારીઓ વીજ ગ્રાહકોને સંતોષકારક સેવાઓ પૂરી પાડવા પુરતી મહેનતથી કાર્ય કરે તેવી અભિલાષા.

(3:22 pm IST)