રાજકોટ
News of Friday, 23rd October 2020

૧૪૧ ગેરકાયદે બાંધકામોનો કચ્ચરઘાણ અધધધ ૨૧૬ કરોડની જમીન ખુલ્લી કરાઇ

શીતલ પાર્ક વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં. ૯નાં ૧૮ મી, ૧પ મી, ૧ર મી રોડ પરનાં ૧ર૬ કાચા-પાકા મકાન તથા જે. કે. ચોકની આકાશવાણી ચોક સુધીના ૧પ કાચા પાકા દબાણો દૂર કરી ૯૦ હજાર ચો.મી. જગ્યા ચોખ્ખી કરાઇ : વેસ્ટ ઝોનની ટી.પી. શાખા દ્વારા કાર્યવાહી : વિજીલન્સનો ચુસ્ત બંદોબસ્ત

રાજકોટ તા. ર૩ :.. મ્યુ. કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર શીતલ પાર્ક, રૈયાધાર તથા જે. કે. ચોકથી આકાશવાણી ચોક સુધીનાં વિસ્તારમાં કુલ ૧૪૧ કાચા-પાકા મકાનો, ઝૂંપડાનાં દબાણો ટી. પી. સ્કીમ-૯ નાં ૧૮ મી., ૧પ મી., ૧ર મી.નાં રોડ તથા કોમર્શીયલ, આવાસ યોજનાના પ્લોટમાંથી હટાવી ૯૦ હજાર ચો. મી. રૂ. ર૧૬ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ અંગે ટાઉન પ્લાનીંગ શાખાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ-૧૯૭૬ ની કલમ-૬૮ અંતર્ગત ટી. પી. રોડના દબાણો દુર કરવા અગાઉ ૯ મહિના પહેલા નોટીસ આપવામાં આવેલ. ત્યારબાદ સદરહુ દબાણકર્તા દ્વારા દબાણ દુર ન કરાતા, ૩ થી ૪ વખત લેખિત તથા  મૌખીક સુચના આપવામાં આવેલ. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ ટી. પી. રોડ પરના અંદાજીત ૧ર૬ કાચા-પાકા મકાન, ઝૂંપડાઓનું દબાણ દુર કરવામાં આવેલ છે. તેમજ યુનિવર્સિટી રોડ પર આપવામાં આવેલ કલમ-૬૮ ની નોટીસની મુદત પુરી થતા અંદાજીત ૧પ જેટલા વાણીજય હેતુના બાંધકામનું દબાણ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ.

આ ડેમોલીશનમાં વોર્ડ નં. ૧ માં ટી. પી. સ્કીમ નં. ૯ રાજકોટ, એફ. પી. નં. એસ. આઇ.-પ, સોશીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર, ૩ મકાન, ઝૂંપડા, દુર કરતા ૩૯૯૯૧.૦૦૭, રૈયાધાર  તથા ટી. પી. સ્કીમ નં. ૯ રાજકોટ, એફ. પી.નં. એસ.-૧-એસ.ઇ.ડબલ્યુ. એસ. એચ. રૈયાધારમાં ૧ર મકાન, ઝૂંપડા દુર કરી ૩૦૧૭ર.૦૦, ટી. પી. સ્કીમ નં. ૯ રાજકોટ, ૧૮.૦૦ મી. ટી. પી. રોડ, હિંમતનગર, આર્દશ નિવાસી શાળા વાળો રોડ, પરથી ૩૩ મકાન-ઝૂંપડા દુર કરી ચો. મી. ૯પ૪૦.૦૦,  ટી.પી. સ્કીમ નં. ૯ રાજકોટ, ૧પ.૦૦ મી ટી.પી. રોડ, રીંગ રોડથી ગાર્બેજ સ્ટેશન સુધીનો રોડ આર.કે. હોલ ટાવર રોડ પરની પ૪ મકાન/ઝુંપડા હટાવી ૬૦૦૦ ચો.મી. ટી.પી. સ્કીમ નં. ૯ રાજકોટ, ૧ર.૦૦ મી. ટી.પી. રોડ, રૈયાધાર આવાસ યોજનાવાળો રોડ, પ૧ મી ર૪ મકાન/ઝુંપડા હરાવી ૪પ૬૦ ચો.મી. તથા ટી.પી. સ્કીમ નં. ૧૬-રૈયા, ર૦.૦૦ મી. ટી.પી. રોડ જે કે ચોકથી આકાશવાણી ચોક સુધી ૧પ કાચા-પાકા દબાણો દૂર કરી ૯૦ર૬૩ ચો.મી.ની ર૧૦ કરોડની જમીન ખુલ્લી કરી હતી.

આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખાના આસી. ટાઉન પ્લાનર અજય એમ. વેગડ, આર. એમ. મકાવણા, એ. જે. પરસાણા, પી.ડી. અઢીયા, જી. .ડી. જોષી, એ.આર. લાલચેતા, વી.વી. પટેલ, એસ.એસ. ગુપ્તા, આસી. એન્જીનીયર હર્ષલ દોશી, વી.ડી. સિંધવ, એમ.એ. ખાનજી, વિપુલ મકવાણા, વી.પી. બાબરીયા, જયદિપ એસ. ચૌધરી, ઋષિ ચૌહાણ, એડી. આસી. એન્જીનીયર તુષા એસ. લીંબડીયા, અશ્વિન પટેલ, મનોજ પરમાર, સુરેશ કડીયા, દિલીપ પંડયા, દિલીપ અગ્રાવત, તમામ વર્ક આસી. તમામ સર્વેયર તથા અન્ય ટી.પી. સ્ટાફ હાજર રહેલ, આ ઉપરાં રોશની શાખા, જગ્યા રોકાણ શાખા, એસ.ડબલ્યુ.એમ. શાખા, બાંધકામ શાખા, ફાયર બ્રિગેડ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે મટો વિજિલન્સ ડી. વાય.એસ.પી. આરી.બી. ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ. 

(3:56 pm IST)