રાજકોટ
News of Tuesday, 24th November 2020

'ડ્રોન'સે બચના નામુમકીન હૈ...ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ કોટેચા ચોક એરિયામાં ડ્રોન કેમેરાથી કર્યુ નિરિક્ષણ

રાજકોટઃ શહેર પોલીસ કર્ફયુનો કડક અમલ કરાવવા રાત્રીના નવથી વહેલી સવાર સુધી સતત જાગૃત રહે છે. ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા રાત્રે કોટેચા ચોકમાં પહોંચ્યા હતાં અને બંદોબસ્તની કામગીરી નિહાળી હતી. તેમજ તેમણે જાતે ડ્રોન કેમેરાથી કોટેચા ચોક તથા આસપાસના એરિયામાં કોઇ ઘર બહાર તો નથી ને? તેનું ચેકીંગ કર્યુ હતું. લોકડાઉન-અનલોકનું  પાલન કરાવવા પોલીસ ડ્રોનનો પણ ભરપુર ઉપયોગ કરી રહી છે. તેના આધારે અનેક કેસ અત્યાર સુધી નોંધાયા છે. તસ્વીરોમાં ડ્રોન ઉડાવતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા અને સુમસાચ કોટેચા ચોક જોઇ શકાય છે.  આ કામગીરી વખતે માલવીયાનગર પીએસઆઇ વી. કે. ઝાલા સહિતનો સ્ટાફ પણ સાથે જોડાયો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:07 pm IST)