રાજકોટ
News of Friday, 25th September 2020

સિવિલ હોસ્પિટલમાં ઓકિસજનના વપરાશમાં નોંધપાત્ર ઘટાડોઃ દર્દીઓની તબિયત સુધારા પર

ડો. હેતલ કયાડાએ કહ્યું-૧૦મી પછી ૧૪ થી ૧૫ કિ.ગ્રા. જેટલો વપરાશ ઘટ્યો

રાજકોટ : રાજય સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સુદ્રઢ અને આયોજનબદ્ઘ પગલાંના કારણે સંક્રમણ ઘટવાની સાથે દર્દીઓના રિકવરી રેટમા સુધારી થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓકસીજન વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે દર્શાવે છે કે, કોરોના વાયરસ સંક્રમિત ઘણાં દર્દીઓને કૃત્રિમ ઓકસીજન પર રાખવા પડતા નથી. તેમજ દર્દીઓની તબિયતમાં ઉત્ત્।રોત્ત્।ર સુધારાની સાથે દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે.

સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી હેતલકુમાર કયાડા કહે છે કે, દિનપ્રિતિદિન પરિસ્થિતિમાં સુધારો થતા હોસ્પિટલનુ ભારણ ઘટવાની સાથે ઓકસીજનના વપરાશમાં પણ નોંત્રપાત્ર ઘટાડો થયો છે.

સિવિલ હોસ્પિટલમાં તા.૧૦સપ્ટેમ્બરની આસપાસ ઓકસીજનનો વપરાશ ૨૨ થી ૨૪ હજાર કિલોગ્રામ હતો. જે ઘટીને આજે ૧૪ થી ૧૫ હજાર કિલોગ્રામ સુધી ઘટ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માટે સામાન્ય લક્ષણો જણાયે વહેલી તકે ટેસ્ટ કરાવવા તેમણે જાહેર જનતાને ખાસ અનુરોધ કર્યો હતો. જેથી સંક્રમિત દર્દીના સામે આવવાથી ઝડપથી સારવારની સાથે સંક્રમણને ફેલાતુ અટકાવી શકાશે.

(1:28 pm IST)