રાજકોટ
News of Friday, 25th September 2020

રાજકોટમાં પ્લાઝમા ડોનેટ માટે કોરોના મુકત થયેલા લોકોનો ધસારોઃ આંકડો ૩૪૦એ પહોંચ્યોઃ સાંજે NGO સાથે મીટીંગ

સીવીલ અને ખાનગી બ્લડ બેંકોમાં પ્લાઝમા ડોનેટ માટે લોકો-સરકારી કર્મચારીઓએ નામો નોંધાવ્યા

રાજકોટ તા. રપઃ કલેકટર તંત્રની પ્લાઝમા ડોનેટ માટે હૃદયસ્પર્શી અપીલ બાદ કોરોના મુકત થયેલ લોકો-દર્દીઓ અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ધડાધડ આગળ આવી રહ્યાનું એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ ''અકિલા''ને જણાવ્યું હતું.તેમણે જણાવેલ કે લોકો વધુને વધુ આગળ આવ્યા, સરકારી કર્મચારી-અધીકારીઓ-ડોકટરો આગળ આવ્યા નામો નોંધાવ્યા તે સારી બાબત છે, સીવીલની બ્લડ બેંક અને ખાનગી બે બ્લડ બેંક થઇને પ્લાઝમા ડોનેટનો આંકડો ૩૪૦ ઉપર પહોંચી ગયો છે.

કોરોના જાગૃતિ અંગે શ્રી પંડયાએ જણાવેલ કે, આજે ર૦ જેટલી NGO ને બોલાવ્યા છે, તે લોકો મારફત કોરોના જાગૃતિ અંગે પેમ્પલેટ-પત્રીકાઓનું વિતરણ કરી કોરોના અંગે જાગૃતિ ફેલાવવા અંગેની કાર્યવાહી કરાશે, સાંજે ૬ વાગ્યે કલેકટરશ્રી રાણાવસીયાએ આ બાબતે ર૦ NGO સાથે ખાસ મીટીંગ યોજી છે.

(3:41 pm IST)