રાજકોટ
News of Wednesday, 25th November 2020

શહેરના ૧૩૬ ફુડ ડિલવરી બોયનો કોરોના ટેસ્ટ : તમામને હેલ્થ કાર્ડ અપાયા

રાજકોટ : કોરોના સંક્રમણ ચેઇન તોડવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા આજે બીગ બઝાર પાછળ, વેસ્ટ ઝોન કચેરી ખાતે શહેેરમાં ઘરે ઘરે ફૂડ ડીલીવરી કરતા ડીલવરી બોય માટે હેલ્થ કાર્ડ આપવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. સ્વીગી, ઝોમેટો તથા રેસ્ટોરન્ટના માલિકો દ્વારા ડીલીવરી બોય માટે જરૂરી આધાર રજુ કર્યે હેલ્થ કાર્ડ આપવામાં આવશે. આજે તા. રપ-૧૧-ર૦ર૦ના રોજ સવારે ૧૩૬ ફુડ ડિલીવરી બોયને કાર્ડ આપવામાં આવેલ છે. હાલ કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું, વારંવાર હાથ સાફ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે. શકય તેટલું એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળવું એ પણ ખૂબ જરૂરી છે. તંત્રની કામગીરી સાથે લોકોનો પણ સહયોગ જરૂરી છે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

(4:05 pm IST)