રાજકોટ
News of Tuesday, 26th January 2021

દારૂના ગુનામાં પકડાયેલા શખ્સ સંજય ઉર્ફે માજનને પાસામાં ધકેલતા પોલીસ કમિશનર અગ્રવાલ: ક્રાઇમ બ્રાન્ચે બજવણી કરી

રાજકોટ : દારૂના વધુ એક ધંધાર્થીને પાસામાં ધકેલાયો છે. જય ઉર્ફે માજન પ્રફુલભાઈ લાઠીગરા (ઉ.વ.૪૮ રહે.રૈયારોડ બ્રહ્મસમાજ જ્ઞાનજીવન સોસાયટી શેરી ને-૪૧ કોર્નર)ને અમદાવાદ જેલમાં ધકેલાયો છે. શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્રરશ્રી ઝોન-૧ પ્રવિણ કુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજાએ આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ભાગ રૂપે આચાર સંહિતાની કડક અમલવારી થાય અને રાજકોટ શહેર વિસ્તારના લોકોની જાનમાલનું રક્ષણ થાય તેવી કાર્યવાહી કરવા સૂચના આપી હોઈ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. ડી.સી.બી. પો.સ્ટે. પોલીસ ઇન્સ્પેકટર વી. કે.ગઢવી, પી.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર આર.વાય.રાવલ, ડિ.સી.બી. પો.સ્ટે. પો. હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, પી.સી.બી. શાખાના એ.એસ.આઇ, શૈલેષભાઇ રાવલ, પો.હેડ કોન્સ. રાજુભાઈ દહેકવાલ, પો.હેડ.કોન્સ. ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, પો.કોન્સ. રાહુલગીરી ગૌસ્વામીએ આ કામગીરી કરી હતી.

(12:59 pm IST)