રાજકોટ
News of Monday, 26th October 2020

આસ્થા ચોકડી પાસેથી મહેશ સરધારા ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ, તા. ર૬ :  આસ્થા ચોકડી પાસે ક્રાઇમ બ્રાંચની ટીમ બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ આસ્થા ચોકડી પાસેથી એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. જયેશભાઇ નીમાવત અને ચેતનસિંહ ચુડાસમાને બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે. ગઢવી માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.જે. જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ, રાજદીપસિંહ, હેડ કોન્સ. ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, ભરતસિંહ સહિતે આસ્થા ચોકડી પાસે માધવ પાર્ક-ર શેરી નં. ૩માંથી મહેશ સવજીભાઇ સરધારા (ઉ.વ.૪૩) (રહે. સ્વામી પાર્ક, સત્યમ કોમ્પ્લેક્ષ) ને  ચોરાઉ બાઇક સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:41 pm IST)