રાજકોટ
News of Saturday, 27th February 2021

ચાલો...આજે થોડું વિશેષ જાણીએ

શહીદ ચન્દ્રશેખર આઝાદ વિશે તેની ૯૦મી પુણ્યતિથિ પ્રસંગે

આજે તા.૨૭મી ફેબ્રુઆરી મહાન ક્રાંતિકારી ચન્દ્રશેખર આઝાદની ૯૦મી પુણ્યતિથિ આજથી બરાબર ૯૦ વર્ષ પહેલાં તા.૨૭મી ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ ભારત દેશના આ સપુતે ''પોતે જીવતા જીવે કયારેય અંગ્રેજોના હાથ નહીં પકડાય'' તે પ્રતિજ્ઞા નિભાવવા, અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં પોતાના જીવનના છેલ્લા યુધ્ધમાં સંખ્યાબંધ હથીયારધારી અંગ્રેજ પોલીસ આમે જીવસટોસટની લડત આપી ત્રણ અંગ્રેજ પોલીસને મૃત્યુ દ્વારે પહોંચાડી, પોતાના પાસે રહેલી આખરી બુલેટથી પોતાના ક્રાંતિકારી જીવનનો અંત આણ્યો હતો. ત્યારે તેઓની ઉંમર હતી. ફકત ૨૪ વર્ષ ૭ માસ ૪ દિવસ તેનું અલ્પ અને પરંતુ અમાપ આયુષ્ય કહી શકાય કારણ કે બ્રિટીશ શાસનની ચુંગાલમાંથી મુકિત અપાવવા માટે અનેક ક્રાંતિકારી યુવાનોએ પોતાની જાનની આહુતિ આપેલ જેમાં શહીદ ચન્દ્રશેખર આઝાદનું મોખરે છે.

મૂળનામ ચન્દ્રશેખર તિવારી જન્મ તારીખ ૨૩/૭/૧૯૦૬ મધ્યપ્રદેશના નાના એવા ભાવરા ગામમાં શ્રી સિતારામ તિવારી તથા શ્રીમતિ જગરાણદેવીના ઘરે જન્મેલ આ વીરપુરૂષે ૧૫ વર્ષની વયે જ આઝાદીની લડાઈમાં ઝંપલાવ્યું હતું. બ્રિટીશ સરકાર દ્વારા તેની ધરપકડ કરી, કોર્ટમાં રજુ કર્યા ત્યારે મેજીસ્ટ્રેટ તેમનું નામ પૂછતા પોતાનું નામ ''આઝાદ'' જણાવેલ ત્યારથી તેઓ આઝાદ તરીકે ઓળખાવા લાગેલા. આઝાદે અન્ય ક્રાન્તિકારીઓ સાથે મળી પ્રખ્યાત કાકોરી ટ્રેન લૂંટ- ૧૯૨૫માં કરી બ્રિટીશ સલ્તનતને હચમચાવી નાખેલ.

આજના તેના શહિદદિને આ મહાન ક્રાંતિકારીને શત્ શત્ વંદન કરીએ.

ભારત માતા કી જય... વંદે માતરમ..

સમસુરભાઈ એચ. બુધવાણી,

રાજકોટ મો.૯૮૨૫૪ ૪૯૪૪૨

(2:52 pm IST)