રાજકોટ
News of Saturday, 27th February 2021

રાજકોટને વધુ હવાઇ સેવાઃ ર૮ મી માર્ચથી ઇન્ડીગો બોમ્બે અને દિલ્હીની ફલાઇટ શરૂ કરશે

રાજકોટઃ રાજકોટને સતત વધુને વધુ હવાઇ સેવા મળી રહી છે. આગામી ર૮ માર્ચથી ઇન્ડીગો દ્વારા વધુ બે સેવા શરૂ કરવામાં આવી રહી છે. રાજકોટ-બોમ્બે અને રાજકોટ-દિલ્હીની નવી ફલાઇટ શરૂ થશે. આ ઉપરાંત ઇન્ડીગો દ્વારા રાજકોટ-હૈદ્રાબાદ અને રાજકોટ-બેંગ્લોરની હવાઇસેવા પણ શરૂ થશે. આ સાથે રાજકોટથી મુંબઇની કુલ દૈનિક ર૮ મી માર્ચથી પ ફલાઇટ શરૂ થશે. આ ઉપરાંત રાજકોટ એરપોર્ટ હવે ધમધમતું થશે. રોજની ૧૧ જેટલી ફલાઇટની અવર-જવર પણ થશે. મુસાફરોને વધુને વધુ સેવા આપવા વિવિધ વિમાની સેવાઓ સજ્જ થઇ રહી હોવાનું જાણવા મળે છે. નવી કનેકટીવીટી મળતા મુસાફરોને વધુ સુવિધા મળશે.

(3:21 pm IST)