રાજકોટ
News of Tuesday, 27th October 2020

સામે કાંઠે વોર્ડ નં.૬માં કામદાર વીમા યોજના હોસ્પિટલના સ્થળે બાળકોની હોસ્પિટલ તથા સ્ત્રીઓ માટે પ્રસુતિગૃહ બનાવોઃ મુકેશ રાદડીયા

રાજકોટ, તા.૨૭: શહેરના ઉપલા કાંઠે દૂધસાગર રોડ ઉપર આવેલ કામદાર વીમા હોસ્પિટલ જે છેલ્લા ઘણા વર્ષોથી બંધ જેવી હાલતમાં અથવા નહીવત કામગીરીમાં હોય. તો ત્યાં બાળકોની હોસ્પિટલ અથવા સ્ત્રી પ્રસુતીગૃહ બનાવવા વોર્ડ-૬ના કોપોરેટર મુકેશભાઇ રાદડિયા, દલસુખભાઇ જાગાણી, દેવુબેન જાદવ, સજુબેન કળોતરા તથા વિસ્તાર વાસીઓની માંગણી છે.

ભૂતકાળમાં વર્ષો પહેલા કામદાર વીમા હોસ્પિટલમાં ફેકટરીઓના કામદારોની સારવાર થતી અને દવાઓ મળતી પણ અત્યારના સમયે તેનો નહીવત ઉપયોગ હોય આ કામદાર વીમા યોજના હોસ્પિટલની વિશાળ જગ્યા હાલતમાં હોય ત્યાં બાળકોની હોસ્પિટલ તથા સ્ત્રી પ્રસુતીગૃહ બને તો પડતર જગ્યાનો સદઉપયોગ થઇ શકે તેમ છે.

ઉપલા કાંઠે એક પણ સરકારી બાળકોની હોસ્પિટલ તથા સરકારી પ્રસુતીગૃહ ન હોય જો અમારી માંગણીને ધ્યાનમાં લેવામાં આવે તો વોર્ડ-૬ તથા ઉપલા કાંઠાની જનતાને દુર-દુર સુધી જવુ ન પડે તેવી અમારી તથા વિસ્તાર વાસીઓની માંગણી છે.

(2:35 pm IST)