રાજકોટ
News of Tuesday, 27th October 2020

વિશ્વાસનું વાતાવરણ સર્જો : ડો. હિતેષ શુકલ

કેએસપીસી દ્વારા ''ગ્રોથ સ્ટ્રેટજી ફોર બીઝનેશ'' વેબીનાર સંપન્ન

રાજકોટ : કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા ગ્રોથ સ્ટ્રેટેજી ફોર બીઝનેસએ વિષયે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એમ.બી.એ ભવનના પ્રોફેસર ડો.હિતેષ શુકલના વાર્તાલાપનો વેબીનાર કાઉન્સીલના પ્રમુખ ડસુભાઈ દવેના માર્ગદર્શન હેઠળ યોજવામા આવેલ હતો. કાઉન્સીલના પ્રમુખ હસુભઇએ પ્રાસંગીક પ્રવચન કર્યા બાદ કાર્યક્રમના વકતા ડો. હિતેષ શુકલે જણાવેલ વર્તમાન પરિસ્થિતીમા ઉદ્યોગ ધંધાના માલિકો સતત ચિંતામાં છે.ધંધામા હરીફાઈ ખુબ જ છે,નફાનો ગાળો સતત દ્યટતો જાય છે.હાલની પરિસ્થિતી પ્રમાણે ધંધાના નિયમોમા ફેરફાર કરવા પડશે.આજના સમયમા સફળ થવા માટે હરીફાઈ નહી પરંતુ તમારા કોમ્પીટીટર સાથે સહયોગ અને સહકારના નવા બીઝનેસ મોડેલ થડી આગળ વધી હકાય. આજે સમગ્ર વિશ્વમાં એક અવિશ્વાસનુ વાતાવરણ છે ત્યારે સૌ પ્રથમ ઉદ્યોગોના માલીકો એ પોતાના કર્મચારી અને ગ્રાહકો સાથે વિશ્વાસનુ વાતાવરણ સર્જવાની જરૂર છે.ગ્રાહકનો તમારા પરનો વિશ્વાસ એજ ધંધાના વિકાસનો પાયો છે.જયારે ગ્રાહક તમારી સેવા/ઉત્પાદનથી સંતોષ થઈ તમારી સાથે જોડાશે ત્યારે ધંધામાં પોઝીટીવ વાતાવરણ બનશે અને ગ્રાહક તમારી બ્રાન્ડ સાથે મનથી જોડાશે અને ધંધાનો વિકાસ થશે. આ વેબીનાર ૧૦૦ થી પણ વધુ લોકોએ લાઈવ નિહાળ્યો હતો. વેબીનારની વ્યવસ્થા અને આયોજન માનદ મંત્રી મનહરભાઈ મજીઠીયા, ટ્રનીગ પ્રગ્રામ કમીટીના ચેરમેન દીપકભાઈ સચદે અને સંકલન પ્રો.લલીત ચંદેએ કરેલ હતુ.

(2:36 pm IST)