સીંગતેલમાં વધુ ૧૦ રૂ.નો ઉછાળો
બે દિ'માં ૪૦ રૂ.નો ભાવ વધારો : કપાસીયા તેલના ભાવો પણ વધ્યા
રાજકોટ, તા.ર૭ : સીંગતેલમાં સટ્ટાકીય તેજીનો દોર જારી રહ્યો છે. આજે ડબ્બે વધુ ૧૦ રૂ.નો ભાવ વધારો થયો છે.
સ્થાનિક બજારમાં આજે પણ સીંગતેલમાં ભાવ વધારો યથાવત રહ્યો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.ના) ભાવ ૧૪૦૦ રૂ. હતાં તે વધીને આજે બપોરે ૧૪૧૦ રૂ. ભાવ બોલાયા હતાં. જયારે સીંગતેલ નવા ટીન (૧પ કિલો)ના ભાવ ર૩૪૦ થી ર૩૬૦ રૂ. હતા તે વધીને ર૩પ૦ થી ર૩૭૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ પ રૂ.નો ભાવ વધારો થતા કપાસીયા ટીનના ભાવ વધીને ૧૬૦૦થી ૧૬પ્૦ રૂ. થયા હતાં.
ગઇકાલે સીંગતેલમાં એકજ ઝાટકે ૩૦ રૂ. વધ્યા બાદ આજે વધુ ૧૦ રૂ.નો ઉછાળો થતા બે દિ'માં ૪૦ રૂ.નો ભાવ વધારો થયો છે. મગફળીની આવકો વધવા જતા સીંગતેલમાં સટ્ટાકીય તેજી કયારે અટકશે ? તેવો પ્રશ્ન લોકોમાં પૂછાય રહ્યો છે.