રાજકોટ
News of Saturday, 28th November 2020

પુનીતનગર પાસેથી અલ્ફાઝ ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ : દોઢ સો ફુટ પુનીતનગરમાં એક શખ્સ ચોરાઉ બાઇક સાથે નીકળ્યો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા પીઆઇ કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ, મહેશભાઇ, હિતેષભાઇ સહિતે પુનીતનગર પાણીનાં ટાંકા પાસેથી અલ્ફાઝ કાસમભાઇ સૈયદ (ઉ.૧૯) (રહે. ગુ. હા. બોર્ડ રપ વારીયા કવાર્ટર, વાવડી ૧પ૦ ફુટ રોડ) ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

(3:44 pm IST)