Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મહુવામાં સાવરકુંડલા રોડ પરના ભંગારના ડેલામાં આગ ભભૂકી : બાજુમાં અન્ય ગોડાઉનમાં પણ પ્રસરી

ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી : સદનસીબે જાનહાનિ થઇ નથી

ભાવનગર, તા. ૧ : ભાવનગર જિલ્લાના મહુવામાં સાવરકુંડલા રોડ ઉપર આવેલા ભંગારના ડેલામાં આગ લાગી હતી. ભંગારના ડેલામાં લાગેલી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વિકરાળ બનેલી આગ બાજુમાં આવેલા અન્ય એક ગોડાઉનમાં પણ પ્રસરી હતી. ઘટનાની જાણ થતાં નગર પાલિકાના ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. આગની ઘટનામાં સદનસીબે જાનહાનિ થઇ નથી.

(12:05 pm IST)