Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ધો.૧૦માં અભ્યાસ જ પુર્ણ થયો નથી ત્યારે ૮૦ માર્કનું પેપર કેવી રીતે?

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર તા.૧ : કોરોનાના કારણે સમગ્ર દેશમાં અર્થતંત્રની ઉથલ સાથે સમગ્ર સ્કુલ કોલેજોમાં પણ અભ્યાસ બંધ થયો હતો ત્યારે એસએસસી બોર્ડ દ્વારા ધો.૧૦માં ૮૦ માર્કનું પેપર લેવાની થયેલ જાહેરાતથી ચર્ચા જાગી છે.

એકબાજુ ધો.૧૦નો અભ્યાસ પુર્ણ થયો નથી સ્કુલો પણ કોરોનાના વાયરસ ન લાગે તેવી બીકે બીતા બીતા અભ્યાસ ચાલુ થયાને ગણતરીના દિવસો થયા છે તેમજ ઓનલાઇન વાસ્તવમાં અભ્યાસ વિદ્યાર્થીઓ સમજી શકયા નથી ત્યારે ૮૦ માર્ર્કનું પેપર લેવા સામે વાલીઓમાં ટેન્શન વ્યાપ્યુ છે.

એવી ચર્ચા કરી રહ્યા છે કે અભ્યાસ જ નથી થયો ત્યારે પેપર કઇ રીતે ૮૦ માર્કનું આપશે? વાલીઓમાં ટેન્શન સાથે વિદ્યાર્થીઓ પણ ઓર ટેન્શનમાં આવી ગયા છે પેપરમાં શું કરવુ? ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં ઓછા માર્કનું પેપર થવુ જરૂરી નહી તો નુકશાની વિદ્યાર્થીઓના ભવિષ્યને થશે.

ઘણી જગ્યાએ અભ્યાસક્રમની ચિંતામાં આપઘાતના બનાવો બનેલ છે તેવા બનાવો બને નહિ તે જરૂરી છે. વાલીમાંથી માંગ ઉઠી છે કે પરીક્ષામાં અભ્યાસક્રમ ચાલ્યો જ નથી તે કેવી રીતે પરીક્ષા લઇ શકાય? તાકિદે યોગ્ય કરવા વિદ્યાર્થી વાલીઓમાંથી માંગ ઉઠવા પામી છે.

(12:14 pm IST)