Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

બસમાંથી પડી જતા ધોરાજીની બેભાન મુસ્‍લિમ મહિલાને સારવારમાં ખસેડીઃ માનવ સેવા યુવક મંડળની માનવતા

ધોરાજી તા. ૧ :.. જમનાવડ રોડ પર આવેલ રેલ્‍વે ફાટક પાસે રહેતા જુબેદાબેન સીદીકભાઇ ખોખર (ઉ.પપ) મંડલીકપુરથી ટ્રાવેલ્‍સમાં બેસીને આવતા એકાએક બસમાંથી રોડ પર પડી જતા ને એ સમયે મંત્રી જયેશભાઇ રાદડીયા ત્‍યાંથી પસાર થતા તાત્‍કાલીક ૧૦૮ ને ફોન કરીને ધોરાજી રવાના કરી ધોરાજી માનવ સેવાના ધર્મેન્‍દ્ર બાબરીયાને જાણ કરી હતી.

મહીલા બેભાન હોય અને માથામાં ગંભીર ઇજાઓ હોય અને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે માનવ સેવાના ધર્મેન્‍દ્ર બાબરીયા અને સાગર સોલંકી મહીલાને જુનાગઢ સારવારમાં લઇ ગયા અને તેના પર્સમાં રહેલ ચીઠીમાં મોબાઇલ નંબર હોય ને ફોન કરતા સબંધિતોને જાણ કરાયેલ.

(1:21 pm IST)