Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ટંકારામાં લતીપર ચોકડીએ અમૃતા હોસ્‍પિટલ અને નીચેની દુકાનોના તાળા તુટિયા

ટંકારા, તા.૧: ટંકારામાં લતીપર ચોકડીએ ગતરાત્રીના ઉપરના માળે આવેલ અમૃતા હોસ્‍પિટલ ની સીડીના શટર તોડી અંદર પ્રવેશ કરી હોસ્‍પિટલમાં દાખલ થઈ ટેબલના ખાનાઓ રેકોર્ડ વેરવિખેર કરી નાખેલ છે. હોસ્‍પિટલ નીચે આવેલ પનારા ફર્ટિલાઇઝર, વિરાટ એગ્રો, ઉમા એન્‍ટરપ્રાઇઝ , ૐ મંડપ સર્વિસ, રાજલ ઈમીટેશન, શ્રીરામ હાર્ડવેર સહિતની દુકાનો ના શટર તાળા તૂટેલા છે.

પનારા ફર્ટિલાઇઝરની દુકાનમાં તાળા તૂટેલ છે. પરંતુ શટર લોક હોય અંદર જઈ શકેલ નથી. અન્‍ય દુકાનોમાં ગ્રીલના નકુચા તોડેલ છે. દુકાનોમાં પ્રવેશ કરી ટેબલ ખાનાઓ વેરવિખેર કરી નાખેલ છે. ચીજવસ્‍તુ ઓ ની ચોરી થયાનું તથારોકડ રકમની ચોરી થયાનું જણાય છે. પોલીસ ચૂંટણી બંદોબસ્‍તમાં હતી તેથી તસ્‍કરોને મોકો મળ્‍યો છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

(1:24 pm IST)