Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

જામનગર જીલ્લામાં હવે કોને જનાદેશ ? તેની વ્યાપક ચર્ચા

પાલિકા, જીલ્લા, તાલુકા પંચાયતની ચુંટણી બાદ ઇવીએમ સીલઃ મતગણતરી સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત

જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીમાં સ્ટ્રોંગરૂમમાં ઇવીએમ સીલ કરી દેવાયા છે. ઓશવાળ સ્કુલના સ્ટ્રોંગરૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અલગ અલગ ર રૂમમાં ઇવીએમ સુરક્ષીત રખાયા છે. જયાં સતત ૧ પીએસઆઇ, ૮ એસઆરપી અને ૬ પોલીસ કર્મીઓ સહિત ર૦થી વધુ કર્મીઓ તૈનાત છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૧ : જામનગર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ ઇવીએમ મશીન સીલ કરી દેવાયા છે.

જામનગરના ગ્રામ્ય વિસ્તારના પ૦૭ કેન્દ્ર પર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતદાન પ્રક્રિયા શાંતિપુર્ણ વાતાવરણમાં પુર્ણ થતાં પોલીંગ સ્ટાફ દ્વારા ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં ઇવીએમ સીલ કરાયા છે. આગામી મંગળવાર સુધી આ ઇવીએમ મશીનો સીલ રહેશે અને મતગણતરી  દરમિયાન લોકોએ કોને જનાદેશ આપ્યો છે તે જાહેર થશે.

જામનગર જીલ્લા પંચાયતમાં સરેરાશ આશરે ૬૪.૮૬ ટકા, જામનગર તાલુકા પંચાયત ૬૪.ર૧ ટકા, કાલાવડ તાલુકા પંચાયત પ૮ ટકા, લાલપુર તાલુકા પંચાયત ૭૦.ર૧ ટકા, જામજોધપુર તાલુકા પંચાયત ૬૭.ર૯ ટકા, ધ્રોલ તાલુકા પંચાયત ૬૯.૧૭ ટકા, જોડીયા તાલુકા પંચાયત ૬૧.૬૯ ટકા,  કુલ મતદાન ૬૪.૮૯ ટકા સિકકા નગરપાલિકામાં ૬૬.૧૮ ટકા મતદાન સરેરાશ ૬વાગ્યા સુધીમાં થયુ છે.

(1:24 pm IST)