Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

જુનાગઢમાં ધો.૧૦, ૧રની પરીક્ષાઓની તૈયારીઓનો ધમધમાટ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧ શ્રી આર.એસ. ઉપાધ્‍યાય દ્વારા ધો.૧૦, ૧ર ની પરીક્ષાઓ અંગે તૈયારીઓ થઇ રહી છે.

શ્રી આર.એસ. ઉપાધ્‍યાયએ જણાવ્‍યુ઼ હતું કે શાળાઓની પરીક્ષાલક્ષી હેલ્‍પ લાઇન સેન્‍ટર શરૂ કરવા અંગે તા.ર માર્ચ મંગળવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન બિલખા રોડથી જુનાગઢ ખાતે એક બેઠક મળનાર છે. જેમાં એસવીએસ કન્‍વીનરશ્રીઓ તમામ તેમજ કાઉન્‍સેલીંગ તજજ્ઞો ઉપસ્‍થ્‍તિ રહી આગામી એસ.એસ.સી. એચ.એસ.સી. (સા.પ્ર.વિ.પ્ર.) પરિક્ષા ર૦ર૧ પરિક્ષાના પરિક્ષાર્થીઓ વાલીઓ માટે કાઉન્‍સેલીંગ સેન્‍ટર શરૂ કરવામાં આવનાર છે અને કોઇ પણ જાતના ભય વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે અને કોઇપણ પ્રકારની મુંઝવણ હોય તો સીધા કાઉન્‍સેલીંગ સેન્‍ટરનો સંપર્ક સાધવો આ સાથે તેની યાદી પણ સામેલ છે.

(1:40 pm IST)