Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

જુનાગઢ જિલ્લામાં કાલે પંચાયત પાલિકાની મતગણતરીઃ તૈયારીઓ પૂર્ણ

સૌથી ૭ વધુ ૭ર.૮ર ટકા મત ગડુ ગામે અને સૌથી ઓછા પપ.૬૧ ટકા મત મજેવડીમાં પડયા

જુનાગઢ તા.૧ : જુનાગઢ જિલ્લામાં પંચાયતો અને પાલિકાની ચુંટણીનું મતદાન ગઇકાલે એકંદરે શાંતિપુર્વક પુર્ણ થતા હવે તંત્રએ મત ગણતરી માટેની ગતિવિધિ હાથ ધરી દીધી છે.

રવિવારે જુનાગઢ જિલ્લાની ર૬ બેઠક માટે ૬ર.૬૭ ટકા મતદાન થયેલ. જેમાં ૪,૦૪,૧૧પ પુરૂષ મતદારોમાંથી ર,૬૯,પ૬૧ એ મતદાન કરેલ. જયારે કુલ ૩,૭૦,૮ર૪સ્ત્રી મતદારોમાંથી ર,૧૬,૧ર૮ મહિલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

૯ તાલુકા પંચાયતમાં ૬ર.૩૬ ટકા મતદાન થયુ હતુ. જુનાગઢ તાલુકા પંચાયત માટે પ૮.૦પ ટકા, કેશોદ ૬૧.૯૬ ટકા , માંગરોળ ૬૪.૦ર, માણાવદર ૬૧.૯૦ તથા માળીયા હાટીના તાલુકા પંચાયતની ચુંટણીમાં ૬૮.રર ટકા મતદાન થયેલ.

જયારે વિસાવદર તાલુકા પંચાયતની ચુંટણી માટે પ૮.૮૬ ટકા, વંથલી  ૬૩.૦ર ટકા, મેંદરડા ૬૧.૭૪ ટકા અને ભેંસાણ તાલુકા પંચાયતની ચુંટણીમાં ૬૦.૯૭ ટકા મત પડયા હતા.

સ્‍વરાજય સંસ્‍થાઓની સૌથી ચુંટણીમાં જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ ૭ર.૮ર ટકા મતદાન માળીયા હાટીના તાલુકાના ગડુ ગામે થયેલ જયારે સૌથી ઓછા પપ.૬૧ ટકા મત જુનાગઢ તાલુકાના મજેવડી ગામે પડયા હતા.

જિલ્લામાં કેશોદ પાલિકાની સામાન્‍ય ચુંટણી પણ યોજાઇ હતી. જેમાં પપ.૧૧ ટકા મતદાન થયુ હતુ.

આવતીકાલે સવારે ૮ વાગ્‍યાથી મતગણતરી હાથ ધરાશે. જે માટેની તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે.

(1:41 pm IST)