Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પાલીકા-જીલ્લા-તાલુકા પંચાયતોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોણ જંગ જીતશે? કાલે ફેંસલો

મહાનગર પાલીકા કરતા સરેરાશ વધુ મતદાનથી ઉમેદવારો અને મતદારોમાં જબરી ઉતેજના

પ્રથમ અને બીજી તસ્વીરમાં વાંકાનેરમાં પીપીઇ કીટ પહેરીને તથા ત્રીજી તસ્વીરમાં પાનેલીમાં વરરાજાએ મતદાન કર્યુ તે નજરે પડે છે. (તસ્વીરઃ નિલેશ ચંદારાણા (વાંકાનેર) અતુલ ચગ (મોટી પાનેલી)

રાજકોટ તા. ૧ : સૌરાષ્ટ્ર-કચ્છની નગરપાલિકા અને જીલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ગઇકાલે મતદાન થયા બાદ કાલે તા. ર ને મંગળવારે મત ગણતરી હાથ ધરાશેે. જેમાં કોણ મેદાન મારશે તેનો ફંેસલો આવી જશે.

મહાનગરપાલિકાની ચૂંટણીઓ કરતા  ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન થતા ઉમેદવારો અને મતદારોમાં જબરી ઉતેજના છે.

વાકાંનેર

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર :  વાંકાનેર માં શાંતિ પુર્ણ મતદાન સંમપન થયું હતું વાંકાનેર નગરપાલિકાની ચુંટણીમાં વોર્ડ નં ૫ ના ભા.જ.પ ના ઉમેદવાર રાજ સોમાણી ૩ દિવસ પહેલા કોરોના પોઝિટીવ થયેલ જેને આજે સાંજે  પી.પી.કીટ પહેરીને મતદાન કરેલ

ઘણા વૃધ્ધો એ પણ મતદાન મથકો ઉપર પહોંચી મતદાન કરવા પધાર્યા હતા જેમાં અશકત મતદારો ને વાંકાનેર શહેર પોલીસ અધિકારી  જાડેજા અને પોલીસ જવાનો એ ખુરશી માં બેસાડી મતદાન બૂથ સુધી લઈ જઈ મતદાન કરાવવા મદદરૂપ થતા જોવા મળેલ  મતદાન મથકો ઉપર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો  જે તસ્વીરમાં નજરે પડે છે

વાંકાનેર

( હિતેશ રાચ્છ દ્વારા ) વાંકાનેર શહેર માં ખુબ જ઼ સારૂ મતદાન થયેલ છે , મતદારો માં પણ ઉત્સાહ જોવા મળેલ હતો સવારથી વેપારી ભાઈઓએ બઝાર માં પોતાના ધધા બંધ રાખી મતદાન કરેલ હતું વાંકાનેર શહેર માં નગર પાલિકા નુ ૬૨, ૬૯% મતદાન થયેલ છે , છેલ્લા કેટલાય વર્ષોથી વાંકાનેર શહેર માં નગરપાલિકા માં ભાજપ જ઼ આવે છે આ વખતે પણ લોક મુખે ભાજપની બધી સીટ આવશે તેવું ચર્ચાય છે.

મોટી પાનેલી

(અતુલ ચગ દ્વારા) :  મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદારોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો તાલુકા પંચાયતની બે સીટ અને જિલ્લાની સીટમાં અનુક્રમે તાલુકા એકમાં પંચાવન ટકા તો તાલુકા બે નંબરમાં સાઈઠ  ટકા તો જિલ્લા ની સીટમાં છપન્ન ટકા જેવું મતદાન નોંધાયું હતું જેમાં ખાસ આકર્ષણ એ હતું કે મતદાનના દિવસેજ એક છવીસ વર્ષીય મુસ્લિમ યુવક સકીલમિયાં જુસબમિયાં બુખારી ની જાન જૂનાગઢ ઉપડવાની હતી જે વહેલી સવારે ઉપાડવાની હતી પરંતુ પવિત્ર મતદાનને ધ્યાનમાં લઇ વરરાજા સકીલે પહેલા મતદાન પછી નિકાહ એવુ જણાવી જાનમાં જનાર તમામ લોકોને મતદાન કરાવી પોતે પણ વરરાજાના પહેરવેશમાં સજીધજીને મતદાન મથકે પહોંચી મતદાન કર્યાબાદ જાન ઉપાડી હતી.આમપણ પાનેલીના મતદારોમાં બપોરબાદ જબરો ઉત્સાહ જોવા મળતા મતદાનની ટકાવારીમાં ઉછાળો આવેલ એકન્દરે શાંતિપૂર્ણ મતદાન થયેલ

હળવદ

(દિપક જાની દ્વારા) હળવદ :  હળવદ તાલુકા પંચાયતમાં કુલ ૭૦.૬૯ ટકા મતદાન નોંધાયું.  બેઠક વાઈઝ મતદાનના આંકડા હળવદ તાલુકા પંચાયતમાં સૌથી વધુ કડિયાણા બેઠક પર ૮૧.૮૩ % જયારે સૌથી ઓછું ઘનશ્યામપુર બેઠક પર ૫૪.૧૯% મતદાન નોંધાયું.

 તાલુકા પંચાયતની ૨૦ બેઠકમાં ૭૦.૬૯ ટકા મતદાન થયેલ છે. બેઠક વાઈઝ મતદાનના આંકડામાં મુજબ છે.

અજીતગઢ-૭૪.૭૪, ચરાડવા-૭૨.૨૨, ચુંપણી-૮૦.૭૨,દિઘડીયા-૭૦.૬૨, ઘનશ્યામપુર-૫૪.૧૯, ઇશનપુર-૬૨.૮૧, જુના દેવળીયા-૫૭.૩૬, કડીયાણા-૮૧.૮૩,  કવાડીયા-૭૨.૨૯, માલણીયાદ-૭૮.૪૭, માથક-૬૭.૦૦, મયુરનગર-૬૭.૦૭, નવા દેવળીયા-૬૨.૮૪, નવા ઘનશ્યામગઢ-૬૭.૯૯, રણમલપુર-૭૬.૦૬, રણછોડગઢ-૭૭.૮૭, રાણેકપર-૭૩.૪૧, રાતાભે-૭૩.૩૦, સાપકડા-૬૯.૪૯, ટીકર(રણ)-૭૪.૭૯ ટકા મતદાન થયું છે.

ભાણવડ

(ડી.કે.પરમાર દ્વારા) ભાણવડ : સ્થાનિક સ્વરાજની ચુંટણીના આજે યોજાયેલા મતદાનમાં ભાણવડની ૪ જીલ્લા પંચાયત અને ૧૬ તાલુકા પંચાયતની સીટ માટે ૬૭.૮૦ ટકા જેવું માતબર મતદાન થયેલ છે. એમાં પણ અતિ રોમાંચક એવી મોટા કાલાવડની સીટ પર સૌથી વધુ ૭પ.ર૮ ટકા મતદાન થયેલ હોઇ પરિણામ માટે ભારે ઉતેજના જોવા મળી રહી છે.

જેનાથી પરિણામનોી ઇતેજારી બહુ વધી ગયેલ છે. ખાસ કરીને મુખ્ય બન્ને પક્ષો માટે  પ્રતિષ્ઠાના પ્રશ્ન સમી મોટા કાલાવડ (૧૪) સીટ માટે સૌથી વધુ ૭પ.ર૮ ટકા મતદાન થતા ભારે ઉતેજના જોવા મળી રહી છે. આ ઉંચા મતદાનનો કઇ પાર્ટીને લાભ મળે છે. એ સવાલ રહેશે. જયારે ઢેબર (૯)માં ૬૬.૪૭ ટકા, સણખલા (૧૭)માં ૬૭.૪૯ અને વેરાડ (રર)માં ૬૧.૮૭ ટકા મતદાન નોંધાયેલ છે.

ઢાંક

(પંકજગીરી ગોસ્વામી દ્વારા) ટાંક : ઉપલેટા તાલુકાના ઢાંક ગામે જીલ્લા પંચાયત તેમજે તાલુકા પંચાયતની ચુંટણીને અનુસંધાને સવારેથી ૭ થી લઇને સાંજના છ વાગ્યા સુધી શાંતિપુર્ણ ૪૬.૮૪ ટકા જેટલું મતદાન થયેલ છે. ઉમેદવારોનું ભવિષ્ય ઇવીએમ મશીનમાંકેદ થયું છે.

(3:00 pm IST)