Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ભાણેજ બે સંતાનોની માતા માસીને લઈને ભાગી ગયો

કોડીનારના ડોળાસનો વિચિત્ર કિસ્સો : ભાણેજની પત્ની અન્ય સાથે અગાઉ ભાગી ગઈ હતી અને ભાણો બીજા લગ્નની શોધમાં ગામમાં આવ્યો હતો

કોડીનાર,તા. : કોડીનારમાં આવેલા ડોળાસાનો એક વિચિત્ર કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કારણકે કોડીનારના ડોળાસામાં ભાણિયો પોતાના માસીને લઈને ભાગી ગયો હોવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, ભાણેજની પત્ની પણ અગાઉ અન્ય યુવાન સાથે નાસી ગઈ હોવાથી તે બીજા લગ્નની શોધમાં ડોળાસા આવતો હતો. ત્યારે તે બે સંતાનોની માતા એવી પરિણીતાને લઈને ભાગી ગયો હતો. ઘટના અંગે પરિણીતાના પતિએ કોડીનાર પોલીસમાં અરજી આપી છે. પોલીસે કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

કેસમાં વધુ મળતી માહિતી મુજબ, કોડીનારના ડોળાસા ગામમાં સલૂન ચલાવીને ગુજરાન ચલાવતા જયંતિભાઈના આજથી ૧૮ વર્ષ પહેલા રીટા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. હાલ સંતાનમાં તેઓને બે દીકરા છે. જે પૈકી એક દીકરાની ઉંમર ૧૬ વર્ષ અને બીજા દીકરાની ઉંમર ૧૨ વર્ષ છે. એક દીકરો ધોરણ ૧૦માં અને બીજો દીકરો ધોરણ ૬માં અભ્યાસ કરે છે. દરમિયાન છેલ્લા મહિનાથી રીટાબહેનની પિતરાઈ બહેન અને તેમનો પુત્ર ઘનશ્યામ છોકરી જોવા માટે જયંતિભાઈના ઘરે આવતા-જતા હતા અને ૨૮ વર્ષના ઘનશ્યામને બાજુના ગામમાં ઠેકાણું પણ મળી ગયું હતું. જોકે છોકરી જોવા માટે આવેલા ભાણિયાની આંખ પોતાના માસી સાથે મળી ગઈ હતી. દરમિયાન રીટાબહેન અને ભાણિયા ઘનશ્યામની આંખો મળી જતા બંન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. ઘનશ્યામને પણ હવે સગપણમા રસ નહોતો અને તેને હવે પરિણીત અને બે સંતાનની માતા એવા રીટાબહેન સાથે સંસાર માંડવો હતો. ભાણિયા સાથે આંખો મળી જતા રીટાબહેન ઘરમાં પડેલા રૂપિયા ૧૦ હજાર અને સોનાની બુટ્ટી લઈને કોઈને કશું કહ્યા વિના ડોળાસાથી ઉના જતી બસમાં બેસી ગયા હતા અને ઉના પહોંચીને ત્યાંથી ઘનશ્યામ સાથે ભાગી ગયા હતા. રીટાબહેનના પતિ જયંતિભાઈએ કોડીનાર પોલીસમાં ફરિયાદ અરજી આપી છે. જેના આધારે કોડીનાર પોલીસે તપાસ શરૂ કરી છે. માસીને ભગાડી લઈ જનાર ઘનશ્યામના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા પણ તેની પત્ની બીજા કોઈની સાથે ભાગી ગઈ હતી. માટે હવે બીજા લગ્ન માટે ઘનશ્યામ ડોળાસામાં આંટાફેરા કરતો થયો હતો.

(9:12 pm IST)
  • મહારાષ્ટ્રમાં આજે સવારે પણ ૮૨૯૩ નવા કેસ નોંધાયા, તો કેરળમાં ૩૨૫૪ કેસ સાથે આ બે રાજ્યોમાં ૧૧૫૦૦ થી વધુ કોરોના કેસ નોંધાયા છે: પુણેમાં ફરી હાહાકાર મચ્યો છે, ૧૧૮૫ નવા કેસ: મુંબઈમાં ૧૦૫૧ અને નાગપુર ૯૯૪ તથા અમરાવતી માં ૮૬૨ નવા કોરોના કેસ નોંધાયા: ગુજરાતમાં આજે સવાર સુધીમાં ૪૦૭ નવા કોરોના કેસ નોંધાયા છે: ભારતમાં આજ સવાર સુધીમાં કુલ ૧૫૫૦૦ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાયા access_time 12:25 pm IST

  • વિરાટ વધુ ૨ ઈનિંગ્સમાં નહીં ચાલે તો તેના નામે બની જશે સૌથી ખરાબ રેકોર્ડ :૨૦૧૯માં બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટમાં કોહલીએ ૧૩૬ રન બનાવ્યા, તેના પછી કોઈ સદી ફટકારી નથી access_time 4:27 pm IST

  • ગોધરામાં બે જૂથ વચ્ચે બબાલ:ચૂંટણી અદાવતને લઇ બે જૂથ વચ્ચે મારામારી: એક વ્યક્તિને માથાના ભાગે ઇજા: પોલન બજાર ચોકી નંબર૭ નજીક બન્યો બનાવ: ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો: જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ વડા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો પાડ્યો થાળે access_time 11:57 pm IST