Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

તળાજા નજીક એસ.ટી.બસ બાઇક વચ્ચે અકસ્માતઃ પુત્રનું મોત, માતા ગંભીર

ભાવનગર તા. ૧ : તળાજાના મેઢા ગામના પટેલ પરિવારનો યુવક આજે તળાજાથી પરત માતાને બાઇક નં. જી.જે.પ-પીજી ૧૧ર૬ પર બેસાી ઘેર જતો હતો ત્યારે યમદુત બનીને પસાર થતી મહુવા બગદાણા તળાજા રૂટની એસ.ટી. બસ નં.જીજે૧૮ ઝેડ-૩૬રર સાથે કુંઢેલી અને ઠાડય ગામના વાળાંકમાં માં બન્ને વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે બાઇક ચાલક પટેલ ગોવિંદભાઇ લાવજીભાઇ ધામેલીયા ઉ.૪૪ નું સ્થળ પરજ મૃત્યુ થયેલ માતા લાલુબેન લવજીભાઇ ધામેલીયા ઉ.૬પ ને ગંભીર ઇજાઓ થતા તળાજા સરકારી હોસ્પિટલ અને ત્યાંથી ભાવનગર રીફર કરવામાં આવેલ.બનાવ અનુસંધાને રોયલ ગામના પટેલ હિંમતભાઇએ ઇન્ચાર્જ પો.ઇ.જે.કે. મુળિયાને જાણ કરતા તળાજા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:44 am IST)